ડેડીયાપાડામાં વિકાસના કામોના ખાત મુહૂર્તમાં દારૂથી થયો અભિષેક, સાંસદ થયા નારાજ

ડેડીયાપાડા તાલુકાના રસ્તા ખાત મુહૂર્તમાં બીટીપી ધારાસભ્ય મહેશ વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન બહાદુર વસાવા, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાની હાજરીમાં દારૂથી અભિષેક કરવામાં આવ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમમાં આ વિવાદિત ઘટના બનતા મનસુખ વસાવા નારાજ થયા છે.
જયેશ દોશી/ નર્મદા: ડેડીયાપાડા તાલુકાના રસ્તા ખાત મુહૂર્તમાં બીટીપી ધારાસભ્ય મહેશ વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન બહાદુર વસાવા, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાની હાજરીમાં દારૂથી અભિષેક કરવામાં આવ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમમાં આ વિવાદિત ઘટના બનતા મનસુખ વસાવા નારાજ થયા છે.
આ પણ વાંચો:- વીજ ગ્રાહકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વીજળીના બિલમાં થશે મોટો ફાયદો
સાંસદ મનસુખ વસાવાએ આ બાબતે કહ્યું કે, આદિવાસી સમાજમાં આ પરંપરા ચાલતી આવી છે પણ મેં આ પરંપરા બંધ થાય તે માટેના પ્રયાશો કર્યાં છે પણ આવા લોકો આવી રીતે કાર્ય કરતા હોઈ તો ખાતે મુહૂર્તના કાર્યક્રમમાં મનસુખ વસાવા પણ છે તોએ દૂધથી અભિષેક કરતા હોઈ છે ત્યારે આ લોકોએ જે કૃત્ય કર્યું છે તે મને યોગ્ય લાગ્યું નથી.
આ પણ વાંચો:- કપરાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ, હાર્દિકના ભાજપ સરકાર પર પ્રહાર
આ કાર્યક્રમમાં ભાજપના લોકો પણ હતા પણ મેં હિંમત પૂર્વક સોશિયલ મીડિયામાં મૂક્યું છે. ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના નેતાઓ આમ સામેલ છે. મારા વિસ્તરમાં આવા કાર્યક્રમ થાય છે પણ હું હોવ તો નથી થવા દેતો પણ દારૂથી જ કાર્યક્રમ થાય છે અને દારૂ પીવે પણ છે, વીડિઓમાં બોલે પણ છે કે દેશી છે કે વિદેશી છે એ વાર્તાલાપથી ખબર પડે છે ગુજરાત સરકારે દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો છે. એટલા માટે જ હું આ લોકો સામે ખુલ્લો પડ્યો છું. જો કે, આ પોલીસનો વિષય છે અને પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube