અલ્કેશ રાવ/ડીસા: ડીસાના માણેકપુર ગામે એક જગ્યાએ અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. અને અલ્પેશ ઠાકોરને મારી નાખવાની ધમકી આપનારા લોકોને ગરબાના મંચ પરથી જવાબ આપ્યો હતો. મહત્વનું છે, કે થોડા દિવસ પહેલા બિહારમાં પોસ્ટર લાગ્યા હતા કે, જે વ્યક્તિ ગુજરાતના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથું કારી લાવે તેને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. અલ્પેશ ઠાકોરે બનાંસકાંઠાના મંચ પરથી તેમને જવાબ આપ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોગ્રેસના રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મંચ પરથી લલકાર કર્યો છે. માથું વાઢી લાવનારની જાહેરાતનો અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો હતો. જેમાં અલ્પેશ ઠાકોરે એક કાર્યક્રમમાં ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું કે જેણે મને મારવો હોય એ આવી જાય...મને મારવાના સપના ના જૂઓ...રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું. આવા નિવેદનથી ચર્ચાનો માહોલ સર્જાયો છે.


મહત્વનું છે, કે રાજ્યમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સાથે મારપીટ કરીને તેને ભગાવવાના મામલાથી ચર્ચામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથા કાપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાની પદ્માવતી યૂથ બ્રિગેડ નામના સંગઠને ઠાકોરનું માથું કાપનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવા સંબંધિત પોસ્ટર જિલ્લાની જાહેર જગ્યાઓ પર લગાવી દીધા છે.


વધુ વાંચો...અલ્પેશ ઠાકોરનું માથુ કાપી લાવનારને એક કરોડનું ઈનામઃ મહારાણી પદ્માવતી યૂથ બ્રિગેડ


આ વચ્ચે પોલીસે તમામ સ્ટેશનોમાં આવા પોસ્ટરોને તાત્કાલિક હટાવીને અશાંતિ ફેલાવનાર અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો છે. પોતાને બ્રિગેડના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવનાર ભવાની ઠાકુરે જણાવ્યું કે, અલ્પેશ અને તેના સાથી રાક્ષસી પ્રકૃતિના છે જે ગરીબો-મજૂરોને મારીને કાયરતા દેખાડી રહ્યાં છે. આ લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યાં છે અને તેના વિરોધમાં તમામે એક થવું જોઈએ. 


ઠાકુરે કહ્યું કે, તેણે અલ્પેશનું માથુ કાપી લાવનાર માટે એક કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું છે અને દરેક જગ્યાએ તેના પોસ્ટર લગાવ્યા છે. જો અલ્પેશ ગુજરાત બહાર નહીં નિકળે તો લોકો ગુજરાત પહોંચીને તેનું માથું કાપશે. આ સંબંધમાં પોલીસ અધીકક્ષ અજય પ્રતાપ સિંહે જણાવ્યું કે, બહરાઇચમાં આવા પોસ્ટર લગાવ્યાની વાત સોશિયલ મીડિયા પર આવી રહી છે તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.