અમદાવાદ : SVP હોસ્પિટલમાં કોરોના વાયરસની આશંકાને પગલે દાખલ કરવામાં આવેલા બંન્ને દંપત્તીનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને હાશકારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એકા એક અમદાવાદમાં 4 શંકાસ્પદ કેસ આવી જતા તંત્ર પણ દોડતું થયું હતું. કોરોના વાયરસનાં બે શંકાસ્પદ દર્દીઓ SVP માં સારવાર હેઠળ હતા. 28 વર્ષીય મહિલા અને 33 વર્ષીય પુરૂષનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ બંન્ને દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. બંન્ને દર્દીઓને હાલ તો શંકાસ્પદ સ્થિતીમાં દાખલ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરીક્ષામાં નકલી વિદ્યાર્થી બેસાડવા માટે બનાવાતી નકલી રિસિપ્ટ, કૌભાંડ જોઇને ચોંકી ઉઠશો
28 વર્ષીય મહિલા અને 33 વર્ષનાં પુરૂષનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. દિલ્હીથી આ બંન્ને દર્દીઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં કોરોનાનો ભય ઓછો થયો છે. જેથી કહી શકાય કે આજની તારીખે અમદાવાદમાં એક પણ કોરોનાનો શંકાસ્પદ દર્દી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે હાલ ભારતમાં પણ શંકાસ્પદ કેસ મળી આવતા ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે અમદાવાદનાં તમામ રિપોર્ટ નેગેટિવ આવવાને કારણે એક પ્રકારે તંત્રને હાશકારો થવા પામ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube