GTU ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ

GTU ની એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ (Exam) મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ (Exams Postponed) રાખવાનો ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
અતુલ તિવારી/ અમદાવાદ: GTU ની એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ (Exam) મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ (Exams Postponed) રાખવાનો ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બાકી રહી ગયેલી તમામ પરીક્ષાઓ MCQ ફોર્મેટમાં ઓનલાઈન લેવાશે.
વિદ્યાર્થીઓની (Students) પહેલા પ્રિ ચેક ટ્રાયલ લેવાશે. પ્રિ ચેક ટ્રાયલ (Pre-check Trial) બાદ ઓનલાઇન MCQ બેઝડ પરિક્ષા માટે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રિ ચેક ટ્રાયલની તારીખ ટૂંક સમયમાં વેબસાઈટના માધ્યમથી જાહેર કરાશે. ઓફલાઇન MCQ પરીક્ષાએ જ લોકો આપી શકશે જે પ્રિ ચેક ટ્રાયલ ના આપી શકે અથવા ઓનલાઇન પરીક્ષામાં (Online Exam) કોઈ ટેકનિકલી ખામી અનુભવે છે.
આ પણ વાંચો:- ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંકડો 3500 પાર, 22 દર્દીના મોત
ઓલાઇન પરીક્ષામાં પ્રત્યેક MCQ દીઠ એક મિનિટ આપવામાં આવશે. MCQ બેઝ્ડ પરીક્ષામાં નેગેટિવ માર્ક નહીં હોય. પ્રત્યેક MCQ એક માર્કનો હશે. ઓનલાઇન પરીક્ષા વિદ્યાર્થી પોતાની સરળતાના સ્થળથી આપી શકશે. જરૂર પડે તો ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી ઇન્ટરેન્ટનો ઉપયોગ પણ કરી શકશે.
આ પણ વાંચો:- કોંગ્રેસના નેતાઓ સરકારની સારી કામગીરી અને પ્રજા લક્ષી કામગીરી જોતાં નથી: નીતિન પટેલ
ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન MCQ બેઝ્ડ પરીક્ષા પહેલા પ્રિ ચેક ટ્રાયલ ટેસ્ટ GTU દ્વારા 15 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન લેવાય તેવી શક્યાતા છે. પ્રિ ચેક ટ્રાયલ ટેસ્ટ લેવાયા બાદ 25 એપ્રિલથી GTU ની બાકી રહી ગયેલી પરીક્ષાઓ ઓનલાઈન શરૂ થાય તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube