ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જતાં રાજ્યામાં આરોગ્ય સેવાઓ પર માઠી અસર પહોંચી છે. આરોગ્ય વિભાગ (Health department) ના 13 પ્રશ્નો લાંબા સમયથી સરકારમાં પેન્ડિંગ છે. જેને લઈને સરકાર સાથે મંત્રણા કર્યા બાદ કોઇ ચોક્કસ નિવેડો ન આવતાં તેઓ અચોક્કસ મુદતની હડતાળ (Strike) નો માર્ગ અપનાવ્યો છે. પરંતુ આ કારણે ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાને માઠી અસર પહોંચી છે. સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કાગડા ઉડી રહ્યા છે. ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન પણ હડતાળમાં જોડાતાં દર્દીઓ અટવાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રાઈવેટ ક્લીનિક ન મળતા નિદાન માટે ક્યાં જવું તેવો પ્રશ્ન ઉભો થયો છે. હાલ ન તો તેમના રોગનું નિદાન થતુ કે ન તો તેઓને દવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નાનકડી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ, વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી


આરોગ્ય કર્મચારી હડતાળ પર જતાં કઇ સેવાઓને થઇ અસર


  • ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા કથળી 

  • શાળા આરોગ્ય પ્રોગ્રામ ધાંચમાં પડ્યો

  • બાળકોનું રસીકરણ ખોટકાયુ

  • મચ્છરજન્ય રોગોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી સ્થગિત

  • મિશન ઇન્દ્રધનુષ્યની કામગીરી ખોટવાઇ

  • ફાર્માસીસ્ટ અને લેબ ટેકનીશીયન હડતાળ પર હોવાથી બ્લડ ટેસ્ટ બંધ થયા 

  • દવાઓનું વિતરણ પટાવાળા દ્વારા થઈ રહ્યું છે 

  • કુટુંબ નિયોજનના ઓપરેશન અટકી પડ્યા

  • આઇએમ ટેકોમાં ઓનલાઇન એન્ટ્રી બંધ 

  • ગામડાઓમાં સગર્ભા માતાઓને મળતી સેવાઓ અટકી


ઉંઝા જતો દરેક રસ્તો બન્યો ઉમિયામય, જુઓ પાટીદારોના લક્ષચંડી મહાયજ્ઞ મંડપથી ખાસ Photos


ઉલ્લેખનીય છે કે, હજુ સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓને સાથે કોઇ મંત્રણા થઈ નથી. આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનો કોઇ નિવેડો આવ્યો નથી. ત્યારે જો આ હડતાળ લાંબી ચાલે તો ગરીબ લોકોએ મફત મળતી આરોગ્ય સેવા ન મળવાથી ના છુટકે ખાનગી દવાખાના કે હોસ્પિટલનો સહારો લેવો પડશે. 


ગુજરાત રાજ્યનાં જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યાં છે. પગાર વધારા સહિત 13 જેટલી પડતર માંગણીઓને લઈ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લા પંચાયત ઓફિસ બહાર યુનિયનનાં પ્રમુખ સહિતનાં કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. આરોગ્ય ખાતાના  35 હજાર કર્મચારીઓ ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતાર્યા હોવાની યુનિયન પ્રમુખનો દાવો છે. તેમની 13 જેટલી અલગ અલગ માંગણીઓ છે. જયાં સુધી માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી હડતાળ પર રહેશે. જેને પગલે રાજ્યભરના અનેક દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...