ચેતન પટેલ/ સુરત: એકર ગુજરાતમાં સંગઠન પર્વને લઇને ત્રણ મહિનો થઈ ગયો છે. છતાં શહેર જિલ્લાના પ્રમુખ સહિત સંગઠનના પદાધિકારીઓની જાહેરાત અત્યાર સુધી કરવામાં આવી નથી. જેને લઇ અનેક તર્ક-વિતર્કોચાલી રહ્યા છે, ત્યારે આ વિલંબ અંગે પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે નિવેદન આપ્યું હતું. સુરતમાં જણાવ્યું હતું કે, ''દિલ્હી ચૂંટણી બાદ તમામ પદો માટે વરણી થઇ જશે અને વિલંબનો કારણ દેશહિત છે જેને લઈ લોકોને ચિંતા કરવાની જરૂર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૈનિકોના સપોર્ટમાં ઉતર્યા પરેશ ધાનાણી, લખી નાખ્યો CMને કાગળ


મહાનગરમાં CAA કાયદાના સમર્થનમાં વિશાલ રેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવશે. આ અંગે પ્રદેશ મહામંત્રી ભરત સિંહ પરમારે જણાવ્યું હતું કે 9 મી ફેબ્રુઆરીના રોજ સુરત શહેર અને જિલ્લા ઉપક્રમે રેલી નીકળશે. વરાછા સરદાર પટેલ પ્રતિમાને પુષ્પ હાર અર્પણ કરી. આ રેલી કાઢવામાં આવશે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીએ પાકિસ્તાની હિન્દુઓને શરણ આપવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમનું આ સપનું એનડીએ સરકારે પુર્ણ કર્યું છે.


વડોદરા: મંદિરમાં પ્રગટાવેલા દીવામાં વધારે ઘી હોમાતા લાગી વિકરાળ આગ


ભરત સિંહ પરમારે જણાવ્યું હતું કે, CAA માનવતા પૂર્ણ કાયદો છે. જેણે લઈ જે ભ્રમ ફેલાવવમાં આવી રહ્યો છે. તેને જડબાતોડ જવાબ મળે એ માટે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં NGO, અન્ય સંસ્થાઓ અને દેશભક્તો જોડાશે. આ રેલીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ જોડાઈ શકે છે. જોકે મહેસુલ મંત્રી કૌશિક ભાઈ પટેલ હાજરી આપશે. આ રેલીમાં હજારોની સનખ્યામાં લોકો ભવ્ય રેલીમાં લોકો જોડાશે એવું પરમારે જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube