હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીર અભ્યારણ 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વાંસદા નેશનલ પાર્કમાં શરૂ કરાયું હરણ ઉછેર અભિયાન


અભ્યારણ જોવા આવતા પ્રવાસીઓ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો પણ ચુસ્ત પાલન કરવાની શરતે આ તમામ અભ્યારણ ખોલવામાં આવશે. રાજ્યમાં આવેલા બે સફારી પાર્ક પહેલી તારીખથી શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સફારી પાર્કના અનુભવોને ધ્યાનમાં લઈને 15મી ઓક્ટોબરથી અભ્યારણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube