અસદુદિન ઓવૈસીની મુલાકાત બાદ સુરતમાં આ શું થયું? તાબડતોડ તમામ હોદ્દેદારોને કરાયા બરતરફ
ગુજરાત પ્રદેશ પ્રમુખે લેટર જાહેર કરી તમામ નિમણુંકો રદ્દ પણ કરી હોવાની માહિતી મળી રહી છે. જેમાં સુરત શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, યુવા અને મહિલા મોરચાના તમામ હોદ્દેદારોની હકાલપટ્ટી થઈ છે. AIMIM ના નવા સંગઠનની નિમણુંક કરાશે તેવું લેટરમાં જણાવાયું છે.
ચેતન પટેલ/સુરત: વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં AIMIM એ ઝંપલાવ્યું છે. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. છેલ્લા બે - ત્રણ દિવસથી સુરતના લોકોનો મિઝાજ પારખવા માટે AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદીદ્દીન ઓવૈસી શહેરમાં છે. ત્યારે મુસ્લિમ લોકોએ જ તેમનો વિરોધ કર્યો હતો. જેણા અનુસંધાને AIMIM ના સુરત શહેર અને જિલ્લાના તમામ હોદ્દેદારોને બરતરફ કરાયા હોવાની માહિતી મળી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદિન ઓવૈસીની સુરત મુલાકાત બાદ આ નિર્ણય લેવાયો છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખે લેટર જાહેર કરી તમામ નિમણુંકો રદ્દ પણ કરી હોવાની માહિતી મળી રહી છે. જેમાં સુરત શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, યુવા અને મહિલા મોરચાના તમામ હોદ્દેદારોની હકાલપટ્ટી થઈ છે. AIMIM ના નવા સંગઠનની નિમણુંક કરાશે તેવું લેટરમાં જણાવાયું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદિન ઓવૈસીની સુરત મુલાકાત બાદ AIMIMના સુરત શહેર અને જિલ્લાના તમામ હોદ્દેદારોને બરતરફ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખે લેટર જાહેર કરી તમામ નિમણુંકો રદ્દ કરી છે. AIMIMના નવા સંગઠનની નિમણુંક ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
આવતીકાલે પાટીદારોના 'નરેશ'ની રાજકારણમાં એન્ટ્રી! જાણો કમળ, ઝાડૂ કે હાથ કયું ચિન્હ કરશે પસંદ
ઉલ્લેખનીય છે કે, AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદિન ઓવૈસી હાલમાં ગુજરાત પ્રવાસે છે. વિધાનસભા ચૂંટણી પહેલા તેમની ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવે છે. તો ગઈ કાલે તેઓ સુરતમાં હતા જ્યાં કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ તેમનો વિરોધ પણ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube