ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટમાં બિલ્ડર પર હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ શુક્રવારે 10 દિવસ ફરાર રહ્યાં બાદ અચાનક ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો. દેવાયત સાથે તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. શનિવારે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રાજકોટ પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડનો સમય પૂરો થતાં ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા ત્રણેયને જેલ હવાલે કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 દિવસ સુધી ફરાર રહ્યો હતો દેવાયત ખવડ
ગુજરાતમાં ડાયરાઓ કરતો દેવાયત ખવડ મયૂરસિંહ નામના વ્યક્તિ પર હુમલો કર્યાં બાદ ફરાર થઈ ગયો હતો. તે 10 દિવસ ફરાર રહ્યાં બાદ પોતાના બે સાગરીતો સાથે શુક્રવારે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. આ દરમિયાન દેવાયત ખવડે કઈ જગ્યાએ આશરો લીધો તેની તપાસ પોલીસ કરી રહી છે. દેવાયત ખવડે પોતાની મૂળી પંથકમાં આવેલી વાડીમાં આશરો લીધો હોવાનું કહી રહ્યો છે. આ સમયે દેવાયત ખવડના ડ્રાઈવરે પણ પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. 


આ પણ વાંચોઃ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની A to Z માહિતી, કોઈને કંઈ પણ પૂછવાની નહીં પડે જરૂર!


શું છે સમગ્ર ઘટના?
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ રાણા 7 ડિસેમ્બરે સર્વેશ્વર ચોકમાં પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી એક કાર આવી અને તેમાંથી દેવાયત ખવડ તથા અન્ય વ્યક્તિ ઉતર્યો હતો. ત્યારબાદ દેવાયત અને અન્ય વ્યક્તિએ મયૂરસિંહ પર ગુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઈપ વડે માર મારીને દેવાયત ખવડ ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ દેવાયત ફરાર થઈ ગયો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube