કમલેશ તિવારી હત્યાકાંડ: ત્રણેય આરોપીઓએ ગુનો કબુલ્યો- ગુજરાત ATS
કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો કે પોલીસે 24 કલાકમાં કેસનો ખુલાસો કર્યો છે. યુપીના ડીજીપી ઓમ પ્રકાશ સિંહ (OP Singh)એ આજે લખનઉમાં આ કેસ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરસન્સ ગોમતીનગર વિસ્તારના સિગ્નેચર બિલ્ડિંગ ખાતેના પોલીસ હેડક્વાર્ટરમાં કરાઈ. તેમણે કહ્યું કે કમલેશ તિવારી દ્વારા વર્ષ 2015માં અપાયેલા ભડકાઉ ભાષણના કારણે તેમની હત્યા થઈ. આ બાજુ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડ (ATS)ના ડીઆઈજી હિમાંશુ શુકલાએ પણ જણાવ્યું છે કે પકડાયેલા ત્રણેય વ્યક્તિઓએ ગુનો કબુલી લીધો છે. ખાસ પ્રકારનો પોષાક ધારણ કરીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
અમદાવાદ: કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો કે પોલીસે 24 કલાકમાં કેસનો ખુલાસો કર્યો છે. યુપીના ડીજીપી ઓમ પ્રકાશ સિંહ (OP Singh)એ આજે લખનઉમાં આ કેસ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરસન્સ ગોમતીનગર વિસ્તારના સિગ્નેચર બિલ્ડિંગ ખાતેના પોલીસ હેડક્વાર્ટરમાં કરાઈ. તેમણે કહ્યું કે કમલેશ તિવારી દ્વારા વર્ષ 2015માં અપાયેલા ભડકાઉ ભાષણના કારણે તેમની હત્યા થઈ. આ બાજુ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડ (ATS)ના ડીઆઈજી હિમાંશુ શુકલાએ પણ જણાવ્યું છે કે પકડાયેલા ત્રણેય વ્યક્તિઓએ ગુનો કબુલી લીધો છે. ખાસ પ્રકારનો પોષાક ધારણ કરીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...