ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ અને ગોધરામાં સવારથી પડી રહેલા વરસાદના કારણે ગોધરા રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઈ ગયાં છે. જેના કારણે દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હાલ ટ્રેનોને જે-તે સ્ટેશને અટકાવી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરા રેલવે માર્ગ પર થઈને પસાર થતી મોટાભાગની ટ્રેનોને જે-તે સ્ટેશન પર રોકી દેવાના રેલવે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. વરસાદના કારણે ટ્રેક પર ભરાયેલાં પાણીનું સ્તર જ્યારે ઓછું થશે ત્યારે રેલવે વ્યવહાર પૂર્વવત કરવામાં આવશે એવું રેલવેના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે. 


ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થતાં 11 દરવાજા ખોલાયા, સુરત માટે જોખમ 


રેલવે સ્ટેશન પર ભરાઈ ગયેલા પાણીને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્ટેશન ખાતે દોડી આવી હતી. વહેલી સવારથી ગોધરામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે આવી સ્થિતિનું નિર્માણ થયું છે. 


અટકાવાયેલી ટ્રેનોની વિગત
1.વડોદરા-દાહોદ મેમુ ટ્રેનઃ સમલાયા રેલવે સ્ટેશને રોકવામાં આવી
2.મુંબઇ સેન્ટ્રલ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસઃ ડેરોલ રેલવે સ્ટેશને રોકવામાં આવી
3.અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસઃ વડોદરા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....