નવનીત દલવાડી/ભાવનગર: શહેરના ચિત્રા વિસ્તારની પ્રસૂતા મહિલાનું પ્રસુતિ બાદ ઓવર બ્લીડીંગ થઈ જવાથી મોત નીપજ્યું હતું. ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતા મહિલાનું મોત થયું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ મૃતક મહિલાને સિવિલ હોસ્પિટલ પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડૉકટર બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર; આરોગ્ય મંત્રીની આ જાહેરાતથી ઉછળી પડશો!


ભાવનગર શહેરના ચિત્રા GIDC વિસ્તારમાં રહેતા મહેશભાઈ ગોહેલના પત્ની ગર્ભવતી હોય તેઓની ચિત્રા વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. જેમાં આજે પ્રસૂતા મહિલા મનીષાબેન મહેશભાઈ ગોહેલ પોતાના ઘરે હતા, ત્યારે પ્રસૂતિનો દુ:ખાવો ઉપડતા વહેલી સવારે 04:45 કલાકે તેઓને ચિત્રા વિસ્તારમાં આવેલા (ચિત્રા મેડિકલ સેન્ટર નામના) ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગાયનેક ડોક્ટર દ્વારા પ્રસૂતાને તપાસી સિઝેરિયન કરવું પડશે એવી પરિવાર પાસે બાંહેધરી મેળવી ઓપરેશન કરવામાં આવ્યું હતું.


અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશો! ગ્રહોની સ્થિતિના કારણે ગુજરાતમાં થશે 'રમણભમણ'


જ્યાં પ્રસુતાએ બાળકીને જન્મ આપ્યો હતો. જેની જાણ ડોક્ટરે પરિવારને કરી હતી. પરંતુ ત્યારબાદ મહિલાની તબિયત અતિશય બ્લીડીંગ થવાના કારણે લથડતી જતા ડોક્ટરે સારવાર શરૂ કરી હતી. પરંતુ બ્લીડીંગ બંધ નહીં થતા ડોક્ટરે મહિલાને સરકારી હોસ્પિટલમાં લઈ જવા પરિવારને જણાવ્યું હતું. જેથી પરિવારના લોકો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે તપાસી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મહિલાનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.


CM ભૂપેન્દ્ર પટેલનો ખાનગી સોસાયટીઓને લઈ મહત્વનો નિર્ણય, આ 4 નગરોના વિકાસને મળશે વેગ


એક બાજુ બાળકીનો જન્મ થતા પરિવારમાં ખુશી છવાઈ હતી, પરંતુ પ્રસુતિ બાદ બાળકીને જન્મ આપનાર માતાનું ડોકટરની બેદરકારીના કારણે મોત થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તો નવજાત બાળકી અને 5 વર્ષના બાળકે વ્હાલસોયી માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવાર દ્વારા પ્રસૂતા મહિલાનું ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. જોકે મૃતક પ્રસુતાનું પ્રથમ પેનલ પીએમ કરવામાં આવશે અને રિપોર્ટ બાદ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.


ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે ખુશખબર; આવી રહી છે સૌથી મોટી ભરતી