મોરબી : જિલ્લાની વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચુંટાયેલા સભ્યને પોલીસ સ્ટેશને બોલાવીને સ્થાનિક પીએસઆઇ દ્વારા તેને ખાનગી કારમાં બેસાડીને અન્ય પક્ષને હવાલે કરી દીધેલ છે, તેવો આક્ષેપ વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ તાલુતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આજે ધારાસભ્યના નિવાસ સ્થાનેથી સિટી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજવામાં આવી હતી. ત્યાં ડીવાયએસપીને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. જેમાં પીએસઆઈ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેની તપાસ કરવામાં આવશે તેવી ડીવાયએસપીએ ખાતરી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: 800 ને પાર પહોંચ્યો કોરોનાનો આંકડો, 2 ના મોત


મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યાં છે. હાલમાં વિપક્ષ દ્વારા તડજોડનું રાજકારણ કરવામાં આવી રહયું હોવાનો આક્ષેપ વાંકાનેરના ધારાસભ્ય પીરજાદા અને વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવેલ છે. કેમ કે, વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટિંબા અને પાંચદ્વારકા બેઠક પરથી કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટાયેલા સુરેશભાઈ અલખાજીભાઈ બલેવીયને પોલીસને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા. ત્યાંથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. પી. જાડેજા દ્વારા કોંગ્રેસના આગેવાનોને અન્ય રૂમમાં બેસાડીને પાછળથી કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટાયેલા સુરેશભાઈને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજયસિંહ ઝાલાની સાથે ગાડીમાં બેસાડીને બહાર લઈ જવામાં આવ્યા હતા. જેથી કરીને પોલીસે કોંગ્રેસનાં સભ્યનું અપહરણ કરેલ છે તેવો આક્ષેપ કરીને આજે ધારાસભ્યના નિવાસ સ્થાનેથી સિટી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજવામાં આવી હતી. ત્યાં ડીવાયએસપીને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે.


સત્તાની સાઠમારી! સ્વામિનારાયણનાં આ સાધુને 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ


વાંકાનેર તાલુકામાં કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટાયેલા સુરેશભાઈ અલખાજીભાઈ બલેવીયાને પોલીસે નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા. ત્યારે ધારાસભ્ય મહમદ જાવેદ પીરજાદ સહિતના કોંગ્રેસનાં આગેવાનો તેની સાથે હતા. સુરેશભાઇએ નિવેદનમાં લખાવ્યું હતું કે, તે પોતાની મરજીથી જ કોંગ્રેસનાં સભ્ય સાથે ગયા હતા. તો પણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.પી. જાડેજાએ કોંગ્રેસનાં સભ્યનું અપહરણ કરાવવામાં આવેલું છે. માટે સ્થાનિક લેવલે ન્યાયિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે ડીવાયએસપીને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. જેની તટસ્થ તપાસ કરવાની ડીવાયએસપીએ કોંગ્રેસનાં આગેવાનોને ખાતરી આપેલ છે. 


રાજ્યપાલે ભાભરને ગૌશાળાને 30 એકર જમીન અને 11 લાખ રૂપિયાનું દાન કર્યું, પ્રાકૃતિક ખેતી માટે કરી અપીલ


અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેરમાં પોલીસ અધિકારી દ્વારા વિપક્ષનો હાથો બનીને કામ કરવામાં આવી રહ્યું હોવાથી વાંકાનેર તાલુકાની અંદર હાલમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યનું અપહરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે શા માટે પોલીસ દ્વારા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિને પોલીસ સ્ટેશન ખાતે નિવેદન લખવા માટે બોલાવ્યા બાદ ખાનગી વાહનમાં બહાર મોકલવામાં આવ્યા હતા તે તપાસનો વિષય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube