રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી જિલ્લાની ફાળવણી, હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાની જવાબદારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળના 16 મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી બનાવ્યા છે. મંત્રીઓને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરી દેવામાં આવી છે.
બ્રિજેશ દોષી, ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની નવી સરકાર કાર્યરત થઈ ગઈ છે. મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળમાં કુલ 16 સાથીઓનો સમાવેશ થાય છે. દરેક મંત્રીઓને વિભાગોની ફાળવણી કર્યાં બાદ મંત્રીઓએ પોતાનું કામકાજ પણ શરૂ કરી દીધાને 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે. હવે મુખ્યમંત્રીએ વિવિધ મંત્રીઓને જિલ્લાઓના પ્રભારી બનાવ્યા છે. રાજ્યના મંત્રીમંડળમાં સામેલ તમામ 16 મંત્રીઓને ઓછામાં ઓછા બે જિલ્લાઓના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
કેબિનેટમાં સૌથી વરિષ્ઠ મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો ઋષિકેશ પટેલને અમદાવાદ, ખેડા અને આણંદના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાઘવજી પટેલને રાજકોટ અને જૂનાગઢ, બળવંતસિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠા, કુંવરજી બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, મુળુભાઈ બેરાને જામનગર અને સુરેન્દ્રનગરના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સ્પીકર બનાવો, રાજકારણ ખતમ કરી દો : શું શંકર ચૌધરી સાથે પણ રાજરમત રમાઈ?
જુઓ ક્યા મંત્રીઓને ક્યા જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા
1. કનુ દેસાઈ- સુરત નવસારી.
2. ઋષિકેશ પટેલ- અમદાવાદ, ખેડા, આણંદ
3. રાઘવજી પટેલ- રાજકોટ જૂનાગઢ
4. બળવંતસિંહ રાજપૂત- સાબરકાંઠા, બનાસકાંઠા
5. કુંવરજીભાઈ બાવળિયા- પોરબંદર, દેવભૂમિ દ્વારકા
6. મુળુભાઈ બેરા- જામનગર, સુરેન્દ્રનગર
7. ડો. કુબેર ડીંડોર- દાહોદ, પંચમહાલ
8. ભાનુબેન બાબરીયા- ભાવનગર, બોટાદ
9. હર્ષ સંઘવી- ગાંધીનગર, વડોદરા
10. જગદીશ વિશ્વકર્મા- મહેસાણા, પાટણ
11. પરષોત્તમ સોલંકી- અમરેલી, ગીર સોમનાથ
12. બચુભાઈ ખાબડ- મહિસાગર, અરવલ્લી
13. મુકેશ પટેલ- વલસાડ, તાપી
14. પ્રફુલ્લ પાનસેરીયા- વલસાડ, તાપી
15. ભીખુસિંહ પરમાન- છોટાઉદેપુર, નર્મદા
16. કુંવરજીભાઈ હળપતી- ભરૂચ, ડાંગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube