ગાંધીનગરઃ મંગળવાર (3 જુલાઈ) સવારે ભાજપમાં જોડાયા બાદ સાંજે કુંવરજી બાવળીયાએ મંત્રી પદ્દના શપથ લઈ લીધા હતા. તો આજે કુંવરજી બાવળીયાને ખાતાઓની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. કુંવરજી બાવળીયાને કુલ ત્રણ ખાતા ફાળવવામાં આવ્યા છે. તેમને પાણી પુરવઠા, ગ્રામ-ગૃહ નિર્માણ અને પશુપાલન એમ ત્રણ ખાતા ફાળવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી ભાઈને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. ખાતાની ફાળવણી થયા બાદ કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, તેમને જે પણ જવાબદારી આપવામાં આવી છે તે સારી રીતે નિભાવશે. 


નારાજગીનો દૌર શરૂ
કુંવરજી બાવળિયાને રાજ્ય સરકારના કેબિનેટમાં મંત્રી પદ અપાતા નારાજગીનો દૌર શરુ થઈ ગયો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કોંગ્રેસના નેતાએ હવે નારાજગી દર્શાવી છે. હવે આ નેતા વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં છે. શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહનું સ્ટેન્ડ ક્લીયર ન હોવાથી આ નેતા અવઢવમાં છે. હાલ તો કોંગ્રેસમાંથી આવેલા નેતાની હાલત સેનાપતિ વગરની સેનાની થઈ ગઈ છે.