અમદાવાદમાં નહીં તો ક્યાં ઉજવાશે કાઈટ ફેસ્ટિવલ? સૌથી અલગ, સૌથી ખાસ હશે આ વખતે પતંગ મહોત્સવ
ગુજરાતમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ આ વખતે સૌથી ખાસ બનવા જઈ રહ્યો છે. કારણ કે આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર દેશ અને વિદેશના પતંગબાજો આકાશી યુદ્ધ કરશે, અને તે દ્રશ્યો પાકિસ્તાન જોતું જ રહી જશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં દર વર્ષે યોજાતો કાઈટ ફેસ્ટિવલ આ વખતે એક ખાસ જગ્યાએ યોજાવા જઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર યોજાનારો આ ફેસ્ટિવ સૌથી ખાસ બનવાનો છે. આ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાં દેશ જ નહીં વિશ્વભરના પતંગબાજો પાકિસ્તાન બોર્ડર પર કોઈપ્યો છે ની બુમારાળ કરશે. એટલું જ નહીં આ પતંગ ભારતમાં ઉડશે અને પાકિસ્તાનીઓ તેને લૂંટતા જોવા મળે તો નવાઈ નહીં.
ભારતમાં ઉડશે, પાકિસ્તાન પકડશે!
ગુજરાતમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ આ વખતે સૌથી ખાસ બનવા જઈ રહ્યો છે. કારણ કે આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર દેશ અને વિદેશના પતંગબાજો આકાશી યુદ્ધ કરશે, અને તે દ્રશ્યો પાકિસ્તાન જોતું જ રહી જશે. દર વર્ષે અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાતો પતંગ મહોત્સવ આ વખતે બનાસકાંઠાના નડાબેટમાં યોજાવા જઈ રહ્યો છે.
2023માં કેવો હતો કાઈટ ફેસ્ટિવલ?
- G-20ની થીમ પર પતંગ મહોત્સવ યોજાયો હતો
- G-20 દેશોના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો
- વિવિધ યાત્રાધામના સ્થળોએ કરાયું હતું આયોજન
- 53 દેશના 126 પતંગબાજોએ ભાગ લીધો હતો
12 જાન્યુઆરીએ યોજાનારા આ ફેસ્ટિવલમાં દેશ અને વિદેશના આકર્ષક પતંગો સૌથી આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. ગત વર્ષે G-20ની થીમ પર પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં G-20 દેશોના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો અને તેનું આયોજન વિવિધ યાત્રાધામના સ્થળોએ કરાયું હતું. આ ફેસ્ટિવલમાં 53 દેશના 126 પતંગબાજોએ ભાગ લીધો હતો.
આ વર્ષે યોજાનારો કાઈટ ફેસ્ટિવલ સૌથી ખાસ એટલા માટે બનશે કે તેનું આયોજન પાકિસ્તાન બોર્ડર પર કરાયું છે. બનાસકાંઠાનું નડાબેટ પાકિસ્તાન બોર્ડર પર આવેલું છે. નડાબેટનો વિકાસ કરવામાં આવ્યો ત્યારબાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જો કે પહેલા આવું નહોતું. નડાબેટ અંતરિયાળ વિસ્તાર હોવાથી કોઈ ત્યાં જતું પણ નહતું. જો કે હવે જ્યારે કાઈટ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે તેના કારણે દેશ વિદેશના સહેલાણીઓનું તે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ આગામી સમયમાં પર્યટન પણ ત્યાં વધશે.
નડાબેટની સાથે સાથે ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ આ કાઈટ ફેસ્ટિવલ યોજાવાનો છે. જેમાં 8 જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, જ્યારે 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાશે. જેમાં મોટી સંખ્યામાં પતંગબાજોની સાથે સાથે સહેલાણીઓ પણ ઉમટી પડશે.
ક્યાં ક્યાં યોજાશે પતંગ મહોત્સવ?
- 8 જાન્યુઆરીએ વડોદરા
- 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા
- 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ
- 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર
- 12 જાન્યુઆરીએ નડાબેટ