ચેતન પટેલ/સુરત: સુરત અમરોલી રાજદ્રોહ કેસમાં જામીન રદ્દ થયેલા અલ્પેશ કથીરીયાને ગતરોજ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયો હતો. મંગળવારે તેને સરથાણા પોલીસે રાયોટિંગના ગુનામાં અલ્પેશ કથિરિયાની લાજપોર જેલમાથી ધરપકડ કરી હતી. અને તેને સુરત કોર્ટમા રજુ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નામદાર કોર્ટ દ્વારા રૂપિયા 10 હજારના બોન્ડ પર અલ્પેશના જામીન મંજૂર કર્યા હતા. જો કે રાજદ્રોહના કેસમા હજી અલ્પેશ કથિરિયા લાજપોર જેલમા જ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, જ્યારે અલ્પેશને લાજપોર જેલમાં લઇ જવાઇ રહ્યો હતો. ત્યારે તેને મિડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, સૈનિકો શહીદ થઇ રહ્યા છે અને રાજકારણીઓ ભાષણ કરી રહ્યા છે.


મહત્વનું છે, કે સુરત ક્રાઈમ બ્રાન્ચે વેલજાથી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન નામંજૂર થયા હતા. તેના બાદથી અલ્પેશ ગાયબ હતો. ત્યારે હવે અલ્પેશ કથિરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.


દોઢ મહિનાથી ગાયબ અલ્પેશ કથીરિયા આખરે ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો


અલ્પેશ કથિરિયાના મિત્ર આશિષ વઘાસીયાના લગ્નમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા પોલીસ પકડાથી દૂર હતો. સુરત કોર્ટ દ્વારા રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ થયા બાદ તે ફરાર હતો. કોર્ટે પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. 


લોકસભા ચૂંટણી 2019: ભાજપના ગઢ સમી મહેસાણા બેઠક પર કોનો દબદબો? વર્ચસ્વનો જંગ


પોલીસ અલ્પેશને શોધવામાં સફળતા મળતી ન હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે અલ્પેશના પરિવાર, મિત્રો અને ભાગીદારો પર સતત પોલીસ નજર રાખી રહી હતી. પોલીસની સતત વધતી જતી કડકાઈને પગલે અલ્પેશ કથીરીયાએ ગંભીર આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા દ્વારા વાઈરલ કર્યો હતો.