Gujarat Election 2022: પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો રાજકારણમાં ઝંપલાવવા જઈ રહ્યો છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આવતી કાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. ભાવનગરના ગારિયાધાર ખાતે કેજરીવાલની સભામાં અલ્પેશ સાથે ધાર્મિક માલવિયા પણ આપમાં જોડાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આવતીકાલે ગારિયાધરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સભામાં અલ્પેશ કથીરિયા આપમાં જોડાઈ તેવું જાણવા મળી રહ્યું છે. અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને સમાજમાં આગવી ચાહના ધરાવતા હોવાથી AAPને આગામી ચૂંટણીમાં સારો ફાયદો થઇ શકે છે.


નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. વર્ષ 2017ની ચૂંટણી વખતે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હવે વર્ષ 2022ની ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube