ગૌરવ દવે/રાજકોટ :પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આખરે આપનો થયો. આજે ગારીયાધારની જનસભામાં અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવીયાએ કેજરીવાલના હાથે ખેસ પહેર્યો છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવીયાને ખેસ પહેરાવીને તેમનો આપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ ગારીયાધાર નગરપાલિકાના વિપક્ષ નેતા અને સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશને લઈને આપની સ્ટ્રેટેજી
અલ્પેશ કથીરિયાને AAP માં સામેલ કરાવીને અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવા માંગે છે. કેજરીવાલની સ્ટ્રેટેજી મિશન સૌરાષ્ટ્ર છે. અલ્પેશના આગમનથી કેજરીવાલ સૌરાષ્ટ્રના 5 જિલ્લા પર ટાર્ગેટ કરી શકે છે. અલ્પેશના આપમાં જોડાવાથી સુરતની 5 બેઠકો પર સીધી અસર થશે. સાથે જ ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢની બેઠકો પર પણ અસર થશે. પાટીદાર અનામત આંદોલનની અસરવાળા વિસ્તારો પ્રભાવિત થશે.



સૌરાષ્ટ્રમાં જે કાંઈ થાય તે સુરતમાં થાય
અલ્પેશ કથીરીયાએ વંદે માતરમ, જય જવાન જય કિશનના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી. સાથે જ તેમણે સ્ટેજ પરથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, જેટલી સંઘર્ષ મોટો એટલી જીત શાનદાર. સુરત અને સૌરાષ્ટ્રની તાસીર છે. એવું કહેવાય છે કે, સૌરાષ્ટ્રમાં જે કાંઈ થાય તે સુરતમાં થાય. જે સુરતમાં અનાજ પહોંચાડે છે તે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી જોડાવવાનું અમે નક્કી કર્યું હતું. 2 રાજદ્રોહ સહિત 22 કેસો અમને મળ્યા છે. 2015 થી આજ સુધી વિશિષ્ટ આંદોલન થયા. 7 વર્ષ સુધી જો કોઈ આંદોલન થયું તો પાટીદાર સમાજનું આંદોલન છે. હવે તમારા હાથમાં દશા અને દિશા નક્કી કરવાનો સમય છે.