તેજસ મોદી/સુરત: ડાંગ ખાતે સુરતની ખાનગી ટ્યુશન કલાસીસની બસના અકસ્માતની ઘટનામાં સરકારે તમામને આર્થિક તેમજ મેડીકલ સહાયની જાહેરાત કરી છે, જોકે સરકારના દાવા ખોટા હોવાનો ગંભીર આરોપ પાસના સહ કન્વિનર અલ્પેશ કથીરીયા દ્વારા લગાવ્યો છે. પોતાના જન્મદિવસે હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા ઈજાગ્રસ્તોને ફ્રુટ અને દૂધનું વિતરણ કરવા ગયેલા અલ્પેશની ઈજાગ્રસ્તોના પરિજનો સાથે વાત થઇ હતી, 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં પરિવારજનોએ સારવારમાં પડી રહેલી તકલીફો અને આર્થિક સહાય અંગે રજૂઆત કરી હતી, ત્યાર બાદ અલ્પેશ કલેક્ટર ઓફિસે ગયા હતા અને ત્યાં ધારણા પર બેસી ગયા હતા. અલ્પેશે કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરી હતી. અલ્પેશે ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવાતા કહ્યું હતું કે જો ડ્રાઈવરે દારુ ન પીધું હોત તો આ ઘટના ન બની હોત, આ સરકારની બેદરકારી છે.


વધુમાં વાંચો...ગુજરાતમાં 31 ડિસેમ્બરની રજાઓ માટે હોટ ફેવરિટ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી


અલ્પેશે સરકાર પાસે તમામને યોગ્ય આર્થિક સહાય અને મેડિકલ ટ્રીટમેન્ટ મળે તેવી માંગણી કરી હતી. અને સ્થળ પર જ ઘરણાં કરીને અનશન શરૂ કર્યું હતું, જેથી મોટી સંખ્યામાં પાટીદારોએ તેને સાથ આપ્યો હતો. અલ્પેશ કથિરીયાએ આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ટેલિફોનીક વાતચીત પણ કરી હતી. અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાળકોને ન્યાય મળે તેવી માંગ કરી હતી.