Gujarat Election 2022: અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીએ પાટણમાં સભા ગજવી, કહ્યું; `એક વાર ભલા માણહને જિતાડો, બીજીવાર ટિકિટ નહીં માંગે...`
Gujarat Election 2022: રાધનપુર બેઠક પર ભાજપ દ્વારા સ્થાનિક લવિંગજી ઠાકોર પર પસંદગી ઉતારી છે, ત્યારે ભાજપના ઉમદવારના સમર્થનમાં ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર સાથે પૂર્વ મંત્રી શંકર ચૌધરી એ આજે જન સભા યોજી હતી.
Gujarat Election 2022, પ્રેમલ ત્રિવેદી, પાટણ: રાધનપુર બેઠક પર બીજેપીના ઉમેદવારના સમર્થનમાં આજે પ્રચાર પ્રસાર માટે સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરની સાથે શંકર ચૌધરી મેદાને ઉતર્યા છે. ત્યારે આગામી ચૂંટણીમાં રાધનપુરના bjp ના ઉમેદવારને જંગી બહુમતીથી જીત અપાવવા માટે લોક સ્માર્થન માંગ્યું હતું. જેમાં લોકોએ પણ તાળીયો પાડીને સમર્થન આપ્યું હતું.
રાધનપુર બેઠક પર ભાજપ દ્વારા સ્થાનિક લવિંગજી ઠાકોર પર પસંદગી ઉતારી છે, ત્યારે ભાજપના ઉમદવારના સમર્થનમાં ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર સાથે પૂર્વ મંત્રી શંકર ચૌધરી એ આજે જન સભા યોજી હતી. જેમાં નાના મોટા મતભેદો ભૂલી રાધનપુરની જનતાને કમળ જીતાડવા અપીલ કરી હતી. જેના સમર્થનમાં તાળીઓ પાડી લોક સમર્થન આપવા લોકોને જણાવ્યું હતું. તો રાધનપુરના નાના મોટા પ્રશ્નોનો નિકાલ ઝડપી થશે તેની ખાત્રી આપી હતી.
અલ્પેશ ઠાકોરનું નિવેદન
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, હું રાધનપુરમાં 50 હજાર મતે જીતી રહ્યો છું એવો રિપોર્ટ આવી રહ્યો હતો, પરંતુ આખા ગુજરાતમાં તારો ઉપયોગ કરવો છે એટલે મને બીજે મુક્યો, મોવડી મંડળનું આભાર માનું છું. પરંતુ મારી કમનસીબી છે, હું જ્યાં જાઉં ત્યા મને બહારનો કહે છે. મને ખબર નથી હું ક્યાંનો છું... હું બધાનો છું એટલે એવું લાગે છે મારાં અને શંકરભાઈ પર વિશ્વાસ મૂકી લવિંગજીને જીતાડજો. લવિંગજીની બધી ભૂલોભૂલી માફ કરી જીતાડજો.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપમાંથી જે કોઈ ટિકિટ લઇ આવે તેને જીતાડવા પ્રયાસ કરશું, તો વધુમાં તેમને કોંગ્રેસના ઉમેદવાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ તો ડિઝાઇન સેટ ન થઇ નહિ આમ તો બધું નક્કી જ હતું અહીંયા સ્વીકાર ન થયો તેમ કહી પ્રહાર કર્યા હતા. લવિંગજીને જીતાડવા માટે આવ્યો છું, રાજનીતિમાં આવુ ચાલ્યા રાખે, માગવાનો બધાનો અધિકારી છે, હું અપીલ કરું છું. સામે પક્ષમાં ડિઝાઈન સેટ ન થઈ, સ્વિકાર ન થયો, રાજનીતિ વિકાસની કરો અમે હિસાબ આપીએ છીએ
ભાજપ પાસે એજન્ડા છે.
શંકર ચૌધરીનું નિવેદન
શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, એક વાર ભલા માણહ ને જિતાડો, બીજી વાર ટિકેટ નહીં માંગે... બીજી વાર લવિંગજીને ટિકિટ ન માંગવા શંકર ચૌધરીએ અપીલ કરી હતી. લવીંગજી રાત દિવસ પ્રજાની વચ્ચે જઈ કામ કરજો, બધાને પગે લાગી ભૂલો કરી હોય એ સુધારજો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube