ગૌરવ પટેલ, અમદાવાદ: હું સત્તા વગર રહી શકું છું પણ સ્વામાન વગર નહી આ વાક્યો છે અલ્પેશ ઠાકોરના. ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ન છોડવાની જાહેરાત કરી છેલ્લા કેટલાક દિવસથી  ભાજપામાં જોડાવાની ચાલી રહેલી વાતનો અંત આણ્યો રાણીપ સ્થિત પોતાના કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી અલ્પેશે એ વાતનો સ્વિકાર કર્યો કે તેઓ મંત્રી બનાવા માંગતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશ ઠાકોરે કહ્યું કે 'સત્તા બધાને સારી લાગે છે મારે મારા ગરીબ સમાજના લોકો માટે સત્તા જોઇતી હતી મારી સાથે ગરીબ લોકો જોડાયેલા છે ત્યારે એ વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે  તેમના સર્વાગી વિકાસ માટે સત્તા જોઇએ મંત્રી બનીને હુ સમાજનો ઉધ્ધાર કરી શકીશ એવું મને લાગતુ હતું અને મે ઘાર્યુ હોત તો હું છ મહિના પહેલાં મંત્રી બની ગયો હોત. મારો જે નિર્ણય હશે એ બંધ બારણે નહી પણ લોકોની વચ્ચેનો હશે. 


ભાજપામાં જોડવા અંગે મે મારા કાર્યકરો અને સેનાના લોકો સાથે વાત કરી ત્યારે લોકોએ કહ્યું કે તમારી પાસે કંઇ ન હતું ત્યારે અમે તમારી સાથે જોડાયા હતા પણ મારા આજના નિર્ણયથી ઘણા યુવાનો નારાજ થયા હશે. જે લોકોએ આજે મંત્રી પદના શપથ લીધા છે  તેમને મારી શુભકામના. તેઓ પોતાના સમાજ માટે સરકારમાંથી કંઇ લઇ આવે તો વધારે આનંદ થાય.


પત્નીના રાજકારણમાં પ્રવેશ પર આપ્યો આ જવાબ
પત્નીના રાજકારણમાં પ્રવેશ માટે તેમણે દિલ્હી ખાતે ટિકિટની રજુઆત કરી હોવાની અટકળો પર અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારી પત્ની મારું ઘર અને મારો પરિવાર સંભાળે છે તે આજીવન રાજકારણમાં નહી આવે કોંગ્રેસ સાથે તેમની કોઈ નારાજગી ન હોવાનુ કહી અલ્પેશે ઉમેર્યુ કે તેમણે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે તેઓ પોતના સમાજ માટે લડતા રહેશે. તેમણે કહ્યું જો મારો સમાજ માત્ર ઠાકોર સેના કરવાની વાત કરશે તો માત્ર સેના ચલાવીશ. તેમણે પાટણની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો પણ ઇનકાર કર્યો.


જો સત્તા જોઈતી હોત તો 6 મહિના પહેલા મંત્રી બની જાત
અલ્પેશ ઠાકોરે કહ્યું કે  હું મંત્રી  બનું, આ કામ કરું, તે કરું. મારી સાથે જોડ઼ાયેલા લોકો ગરીબ છે. પોતાના ઘર નથી, શિક્ષણ નથી, રોજગાર નથી, ખાવાના પણ વાંધા છે. અમારો ખુબ સંઘર્ષ છે. લોકોએ કહ્યું કે જ્યાં સન્માન છે ત્યાં જ રહેવું. ઈમાનદારીથી કહું છું કે મેં મંત્રીપદ વિશે વિચાર્યું હતું. હું સત્તા વગર રહી શકું પરંતુ સન્માન વગર ન રહી શકું. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...