નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભારે કકળાટ સામે આવી રહ્યો છે. માણવદરના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે એકાએક રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. જોકે પાર્ટીનું ડેમેજ કંટ્રોલ સફળ રહેતાં કોંગ્રેસને વધુ એક ફટકો પડતાં પડતાં બચી ગયો છે. અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસમાં જ રહેશે અને પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે એવું સુત્રો દ્વારા સામે આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓબીસી નેતા અને રાધનપુર બેઠકના કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કેટલીક બાબતોને લઇને પાર્ટી છોડવાના સંકેત આપતાં રાજકીય હલચલ મચી હતી. જોકે મોવડી મંડળે તાત્કાલિક ધોરણે ડેમેજ કંટ્રોલ કરતાં સ્થિતિ વણસતી બચી જવા પામી છે. અલ્પેશ ઠાકોરે આજે પ્રભારી રાજીવ સાતવ અને અહેમદ પટેલ સાથે ગુપ્ત બેઠક કરી હતી. છેવટે સમાધાન થતાં પાર્ટી નહીં છોડવાનો સંકેત કર્યો છે. 


સુત્રો પાસેથી જાણવા મળી રહેલી વિગતો અનુસાર, અલ્પેશ ઠાકોર પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા મામલે સહમતી સધાઇ છે અને તેઓ ચૂંટણી લડશે.