ગૌરવ પટેલ/ અમદાવાદ: રાધનપુર વિધાનસભા બેઠકમાં આવતા રાધનપુર, વારાહી, સમી અને શંખેશ્વર ની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો ત્યારે સ્થાનિક ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે અલ્પેશ ઠાકોર એક દિવસના ધરણા બેઠ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે સરકારે ૧૮ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ એ સિવાય પણ અનેક વિસ્તારો એવા છે કે જેમને અછતગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશ ઠાકોરે સરકાર પર ભેદભાવના આક્ષેપો લગાવતા કહ્યું હતું કે રાધનપુરની આજુબાજુ આવેલ કચ્છ, સુઈગામ, વાવ, ચાણસ્મા અને કાંકરેજને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ ભેદભાવ રાખતા માત્ર રાધનપુરને જ અછતગ્રસ્ત જાહેર કર્યો નથી. અલ્પેશ ઠાકોરે ચિમકી ઉચ્ચારી કે જો સરકાર દ્વારા આ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં નહિ આવે તો આગામી સમયે ગાંધીનગર સુધીની પાણી અધિકાર કુચ કરવામાં આવશે.


આ ઉપરાંત સાબરકાંઠાના ગાંભોઇમાં 14 માસની બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં પિડિતાને ન્યાય અપાવવા માટે અલ્પેશ ઠાકોર 8 ઓક્ટોબરથી સદભાવના ઉપવાસ કરશે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગોભોઇની ઘટનામાં જ્યાં સુધી બાળકીના પરિવારને ન્યાય નહી મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. તેમણે તાત્કાલીક અસરથી ફાસ્ટટ્રેક કોર્ટની રચનાની અને સરકારી વકીલના નામની જાહેરાત કરવાની માંગ કરી હતી. 


સાથે જ પિડિત પરિવારને વધુ વળતર આપવાની માંગ પણ કરી સાબરકાંઠાની ઘટના અંગે સમાજમાં ઘેરાપ્રત્યાઘાતો પડવા જોઇએ. તેવુ કહી ઠાકોરે સમાજના બુધ્ધીજીવ વર્ગ પર આંગળી ઉઠાવી સદભાવના ઉપવાસમાં જોડાવા અપીલ કરી છે. 14 માસની બાળકી સાથે થયેલા અત્યાચાર મુદ્દે  બે મુખ્ય આંદોલનકારી હાર્દીક અને જિજ્ઞેશના મૌનને પણ અલ્પેશે વખોડ્યુ હતું. 


સારબકાઠાના ઘટના બાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા ઠાકોર સેનાના કાર્યકરો પર થઇ રહેલા પોલીસ કેસ અંગે સરકારને ચેતવણી આપતાં કહ્યું કે સરકાર અને પોલીસ ઠાકોર સેનાના કાર્યકરો પર ખોટા કેસ કરી તેને રંજડવાનુ બંધ કરે.


અમદાવાદના બાવળા ખાતે ગુરૂવારે ડાંગરના પોષણક્ષણ અને ટેકાના ભાવ મળે તે માંગણી સાથે ખેડુત સંમેલન યોજાશે જેમાં અમદાવાદ જિલ્લાના ડાંગર પકવાતા ખેડૂતોના સિંચાઇ સાથેના અન્ય મુદ્દાને આવરી લેવાશે. આ અંગે ખેડૂત આગેવાન બલવંતસિંહ પઢેરીયા કહ્યું કે ખેડૂતોને સરકારે જાહેર કરેલા ડાંગરના પ્રતિમણ 350 રૂપિયા મળવા જોઇએ અને તે પણ માર્કેટ યાર્ડમાંથી રોકડા મળવા જોઇએ. 


સરકારે નોટબંધીનો નિર્ણય કર્યો ત્યારથી માર્કેટ યાર્ડના વેપારીઓ ખેડૂતોને રોકડ રકમ આપતા નથી તેની શરૂઆત થવી જોઇએ અમદાવાદ જિલ્લાના ગામડા અને નળ કાંઠાના ગામડા જેવા કે બાવળા ઘોળકા સાણંદ દસક્રોઇ વિરમગામના ગામડાનો સમાવેશ જે તે સમયે ખારીકટ અને ત્યારબાદ ફતેવાડી કેનાલના કમાન્ડ વિસ્તારમાં થતો હતો. 


જોકે આ કેનાલ માટે કોઇ કાયમી સિચાઇ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારે નર્મદાના કમાન્ડ એરીયામાં સમાવવામાં આવે તથા આ વિસ્તારમાં 50 હજાર હેક્ટરમાં ડાંગરનુ વિશેષ ઉત્પાદન થતુ હોવાથી અહી નવી કેનાલ બનાવવામાં આવેની માંગ સાથે કાલે સંમેલન યોજાશે.