રાહુલ ગાંધીએ મને કહ્યું કે એવી રાજનીતિ કરવી જોઇએ જે દેશને જોડતી હોય: આલ્પેશ ઠાકોર
લોકોને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ‘ આ સમયે હું રાહુલ ગાંધીના શબ્દોને યાદ કરૂ છું, તેમણે મને કહ્યું હતું, કે અલ્પેશ આપણે એવી રાજનીતિ કરવી જોઇએ જે દેશને જોડતી હોય.
અમદાવાદ: ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાઓ અંગે શંકાના દાયરામાં ઉભેલા કોંગ્રેસના ધારાસભ્યા અલ્પેશ ઠાકોરે ગુરૂવારે કહ્યું કે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મને કહ્યું કે, આપણે એવી રાજનીતિ કરવી જોઇએ કે, જેનાથી દેશને જોડી શકાય. અલ્પેશ ઠાકોરે શાંતિ અને સલામતી જાળવી રાખવા ગુરૂવારે તેના નિવાસ સ્થાનની પાસે જ આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો.
આ દરમિયાન અલ્પેશ ઠાકોરે લોકોને સંબોધિત કરતા કહ્યુંકે, આ સમયે હુ રાહુલ ગાંધીના શબ્દોને યાદ કરૂ છું. તેમણે મને કહ્યું હતું કે, અલ્પેશ આપણે એવી રાજનીતિ કરવી જોઇએ કે જેનાથી દેશને જોડી શકાય. અલ્પેશે રાહુલના આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અલ્પેશ આપણે લોકોને પ્રેમની ભાષા સમજાવી જોઇએ, મહત્વનું છે, કે તેણે આ અંગેની સ્પષ્ટતા નથી કરી કે રાહુલ ગાંધીએ તેને આ પ્રકારની સલાહ ક્યારે આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતાઓએ એવી માંગ કરી છે, કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોર પર સખત કાર્યવાહી કરવી જોઇએ. ભાજપ દ્વારા પરપ્રાતીયો પરના હુમલાઓને લઇને સીધે સીધા આલ્પેશ ઠાકોરને દોશી જાહેર કર્યો હતો.
મહત્વનું છે, કે સાંબરકાંઠા જિલ્લામાં 28 સપ્ટેમ્બરે 14 મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના અને આ ઘટનાને આરોપી એક બિહારી મજૂરની ધરપકડ કર્યા બાદ ગુજરાતમાં ઓછામાં ઓછા 6 જિલ્લાઓમાં પરપ્રાંતીયો પર હુમલાઓ કરવાના શરૂ થઇ ગયા હતા. હુમલાઓ શરૂ થતા જ 60 હજારથી પણ વધારે પરપ્રાતીયો ગુજરાતમાંથિ હિજરત કરની વતન તરફ જવાવાળા લોકોમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશના લોકોનો સમવેશ થાય છે.
(ઇનપુટ-ભાષા)