Gujarat Election: વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે રાધનપુરની ટિકીટની વહેંચણી કરવી અઘરી બની શકે છે. પાટણના લોકો અને બે ધારાસભ્યો સ્થાનિક ઉમેદવારની માંગણી કરી રહ્યા છે. પરંતુ ભાજપ અલ્પેશ ઠાકોરને રાધનપુરથી પરણાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે લિવિંગજી ઠાકોરને મનાવવામાં અલ્પેશ ઠાકોર હવાતિયાં મારી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી ગૌરવ યાત્રા આજે પાટણના વારાહી ખાતે પહોંચી હતી. આજે એક સ્ટેજ પર પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. જ્યાં જોગાનુંજોગ લવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર રીતસરના હવાતિયાં મારતા નજરે પડ્યા હતા. અહીં અલ્પેશ ઠાકોરે મોકો જોઈ મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો. સાથે સ્ટેજ પરથી અલ્પેશ ઠાકોરે લવિંગજીને ઈશારામાં તેમનું નામ અનાઉન્સ કરવાનું કહેતા લવિંગજીએ ના કરતા અલ્પેશ ઠાકોર લાચાર પડ્યા હતા. એટલું જ નહીં, તેમણે મંચ પરથી નીચે ઉતરતી વખતે કેન્દ્રીય મંત્રી કૈલાશ જોશીને તેમનું નામ ન બોલ્યા તેમ કહ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશ  ઠાકોરના વિરોધમાં છે. ત્યારે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.