પાટણ: રાધનપુરમાં આગામી વિધાનસભા 2022 ની ચૂંટણીને લઇ સ્થાનિક ભાજપનું રાજકારણ ગરમાયું છે. આ સીટ પર સ્થાનિક ઉમેદવારની માંગને લઇ પૂર્વ ધારાસભ્યો મેદાને આવ્યા છે અને એક બાદ એક સંમેલન યોજી સ્થાનિક ઉમેદવાર ની માંગ ઉચ્ચારી રહ્યા છે તો બીજી તરફ અલ્પેશ ઠાકોર દ્વારા જે રાધનપુરથી પરણવાની વાતને લઇ સ્થાનિક ઠાકોર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમીના રણાવાળા ખાતે સ્થાનિક ઉમેદવારની માંગ તેમજ અલ્પેશ ઠાકોરના વિરોધમાં યોજાયેલ સંમેલનમાં ઠાકોર સમાજના અગ્રણી સુરેશ ઠાકોરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે. અલ્પેશ ઠાકોરનો ઠાકોર સમાજને પતાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. પાર્ટીને એક જ વિનંતી છે કે અમને ટીકીટ આપો નહી તો અમે લડી લેશું.


આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. જેમાં ખાસ કરીને પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પૈકી રાધનપુર સીટ પર ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવાર મુકાવમાં આવે તેવો સુર પ્રબળ બનવા બનવા પામ્યો છે. તો બીજી તરફ રાધનપુર સીટ પર અલ્પેશ ઠાકોર ચૂંટણી લાડવા આવવા અંગેની જાહેરાત કરી છે. તાજેતરમાં એક સભ માં અલ્પેશ ઠાકોર રાધનપુરથી પરણવાના છે અને તમારે પરણાવવાનો છે આ નિવેદનને લઇ સ્થાનિકો માં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.


અયાતી નહિ પણ સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તેવી માંગ સ્થાનિક પ્રજામાં ઉઠવા પામી છે અને જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક ના સ્લોગન સાથે અઢારે આલમનું સંમેલન રાધનપુર સીટ પર યોજાઈ રહ્યું છે, ત્યારે આ રોષ ભર્યા માહોલ વચ્ચે ફરી પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ અને ક્યાંક અલ્પેશ ઠાકોરના પરણવાના નિવેદનને લઇ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહીત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ હોવાના સુર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે.


તો અલ્પેશ ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણીમાં રઘુ દેસાઈ સામે હારનો સામનો કર્યો છે, ત્યારે ફરી રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી જીતી એક કમળ ગાંધીનગર મોકલવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. સાથે આ વિસ્તારમાં ઠાકોર સમાજની વોટ બેંક મોટી છે અને અલ્પેશ પણ ઠાકોર જ્ઞાતિમાંથી આવતો હોઈ જે ગત ચૂંટણીમાં કસર રહી ગઈ છે તે પૂર્ણ કરી વર્ષ 2022ની ચૂંટણીમાં જીત હાંસલ કરે તે પ્રકાર નું ગણિત સાથે રાખી હાલ તો રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે.


જુઓ આ પણ વીડિયો:-