પ્રમેલ ત્રિવેદી/પાટણ: પાટણ જિલ્લામાં અલ્પેશ ઠાકોરનો વિરોધ ઠાકોર સમાજ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમાજના નામે રૂપિયા ઉઘરાવીને સમાજને ગુમરાહ કરવાના આક્ષેપો અને વાયદા તથા વચનો આપીને સમાજના નામે કરી રાજનીતિ કરી હોવાના પાટણના ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીકેટીએસના પૂર્વ પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની મહત્વકાંક્ષા વાળી રાજનીતિના કારણે અત્યારે તેનાજ સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલ્પેશ ઠાકોર દ્વારા આંદોલનો કરીને જ્યારે સમાજના લોકોને રોજગારી આપવાની વાતો થતી હતી. વિધવા મહિલાઓ જે દારૂના વ્યવસાય સાથે જોડાયેલી હતી તેમને ભેંસો આપીને રોજગારી આપીને સમાજને સ્વચ્છ બનાવવાની વાતો અલ્પેશ ઠાકોરે કરી હતી.


સુરત: મારામારી કરનાર ભાજપ કોંગ્રેસના 15 કાર્યકરોની ધરપકડ


સમાજના સંતોની કસમો ખાઈને રાજકારણમાંના પ્રવેશવાની વાતો કરવામાં આવી હતી. તે તમામ વાતો ખોટી સાબિત થતા આજે ચાણસ્મા ખાતે ઠાકોર સમાજના લોકો દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો હતો. અલ્પેશ ઠાકોરના ભારે વિરોધ બાદ આજે ઠાકોર સેનાના નામે સદસ્ય બનાવવાના નામે 4 લાખ લોકો પાસેથી 100 રૂપિયા તેમજ મોલ બનાવીને 1100 રૂપિયા ઉઘરાવીને સમાજનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો તેવા આક્ષેપોથી આજે વાતાવરણ ગરમ થયું છે.



આવનારા દિવસોમાં ભ્રષ્ટ્રાચારના મુદ્દે અલ્પેશ ઠાકોર પર શંકાના વાદળો ઉભા થયી શકે છે. ચાણસ્મા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. સમાજ માટે કામ કરવાના વચનો આપ્યા પણ એક પણ કામ કર્યા નથી તેવા આક્ષેપ અલ્પેશ ઠાકોર સામે કર્યા હતા.