રવિ અગ્રવાલ/વડોદરા: શહેરની એક એવી મહિલા જેમને આંખે ઓછુ દેખાતું હોવા છતાં તેઓ યુવાનો અને સમાજ માટે કામ કરી રહ્યા છે. માત્ર 20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં સામાજિક કાર્યકર લીના ઠકકર યુવાનોને જાગૃત કરવા તનતોડ મહેનત કરે છે. વડોદરાના સુભાનપુરામાં રહેતા અને હેલ્ધી કેમ્પસ એનજીઓ ચલાવતા લીના ઠકકર યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીના ઠકકરે 2016માં તેમના હેલ્ધી કેમ્પસ એનજીઓની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ્ય સમાજના લોકો માટે કામ કરવાનો છે. લીના ઠકકર વિવિધ 15 પ્રકારના સામાજિક કાર્યક્રમો કરે છે. જેમાં તેઓ યુવાનો માટે વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે તો મહિલાઓ માટે કેન્સર જાગૃતતા અભિયાન, મહિલા સશક્તિકરણ અભિયાન ચલાવે છે તો દિવ્યાંગોને સશક્ત કરવાનું કામ પણ કરે છે.


સુરત: બ્લેકમેલિંગ કરી મહિલા તબીબ પાસે લાખોની માગણી કરનાર ત્રણ આરોપીની ધરપકડ


લીના ઠકકરે અત્યાર સુધી વડોદરામાં 17 જેટલી શાળા અને કોલેજોમાં ફરી યુવાનોને વ્યસન ન કરવા માટે શપથ લેવડાવ્યા સાથે જ તેમને જાગૃત કર્યા. કેટલાક યુવાનોને તો વ્યસન મુક્તિ કેન્દ્રમાં જવા માટે પણ પ્રેરણા આપી. લીનાબેનને તેમના ઉમદા કાર્યને પગલે ગૃહ મંત્રાલય, વડોદરાના મેયર સહિત અનેક સંસ્થાઓએ એવોર્ડ આપી સન્માનિત પણ કર્યા છે.


મોદીજી બોલીવુડના એક્ટર જેવા છે, લોકો પર મનની વાત થોપી રહ્યા છે: આશોક ગેહલોત


 



લીના ઠકકર 14 વર્ષની ઉંમરના હતા. ત્યારે જ તેમની આંખોની વિઝીબીલીટી ઓછી થઈ ગઈ હતી. જેના કારણે તેઓ ડિપ્રેશનમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ 12 વર્ષ આધ્યાત્મીક જીવન ગુજાર્યું અને બાદમાં પાંચ પાંચ વખત પરેશ રાવલની ઓ માય ગોડ ફિલ્મ જોયા બાદ તેમને સમાજ માટે કંઈક કામ કરવાની ભાવના પ્રગટ થઈ જેના બાદ તેઓએ સામાજિક કાર્યો શરૂ કર્યા.