કેતન બગડા/અમરેલી :અમરેલી જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. જિલ્લામાં ખેડૂતો રવિ પાકમાં ઘઉં, ચણા, ડુંગળી વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કરતા હોય છે. જિલ્લામાં રવિ પાકમાં ખેડૂતો ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોએ ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ રવિ પાકમાં ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. જિલ્લાના ખેડુતો આમ તો ઘઉં નું મોટા પ્રમાણમાં વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોએ ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. અમરેલી જિલ્લામાં આ વર્ષે ચણા નું વાવેતર પ્રથમ નંબરે રહ્યું છે. જ્યારે ઘઉંનું વાવેતર બીજા નંબરે થયું છે. ચણામા પાણીની ઓછી જરૂર પડે છે. જ્યારે ઘઉંમાં પાણીની વધારે પ્રમાણમાં જરૂર પડે છે. ઓછા પાણીએ ચણાનું વધારે પ્રમાણમાં ઉત્પાદન ખેડૂતો લઈ શકે છે. ઘઉં કરતા ચણાના ભાવ પણ ખેડુતોને સારા મળે છે. આથી આ વર્ષે ખેડૂતોએ ચણાનું મબલખ વાવેતર કર્યું છે.


જિલ્લાના ખેડૂત હરેશભાઈ જણાવે છે કે, અમરેલી જિલ્લામાં આ વર્ષે ચણાનું વધારે વાવેતર થવાનું મુખ્ય કારણ ખેડૂતોને સારા ભાવ મળે છે. સરકાર દ્વારા ચણાની પણ ટેકાની ખરીદી થાય છે. દરેક ઘઉંના યોગ્ય ભાવ મળતા નથી આથી આ વર્ષે અમરેલી જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર કર્યું છે. રવિ પાકમાં ચણાની ખૂબ જ ઓછું પાણી જોઈએ છીએ તો ઘઉંના પાકને વધારે પ્રમાણમાં પાણી આપવું પડે છે. આમ વધારે મહેનત કરવા છતાં ઘઉંના પાકના સારા ભાવ મળતા નથી. ખેડૂતોને આથી ખેડૂતોએ અમરેલી જિલ્લામાં આ વર્ષે ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. 


બીજી તરફ બદલાતા વાતાવરણને કારણે દિવસેને દિવસે ખેડૂતો પાકની પેટર્ન પણ હવે બદલતા રહે છે. ચણાના ભાવ ખેડૂતોને રૂપિયા 1000 થી લઈને 1200 રૂપિયા સુધીના મળે છે. જ્યારે ઘઉંના ભાવ ખેડૂતોને રૂપિયા 350 થી લઈને 500 રૂપિયા સુધીજ મળે છે. તો ઘઉંનો પાક લેવામાં વધારે મહેનત પણ કરવી પડે છે.


રવિ પાકમાં અમરેલી જિલ્લાના ખેડૂતોએ ઘઉની જગ્યાએ ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. ઘઉં કરતા ચણાનો પાક લેવાથી ખેડૂતોને સારા ભાવ પણ મળે છે અને ખોટી મહેનત ખેડૂતોને ચણાનું ઉત્પાદન પણ સારૂ મળે છે. આમ અમરેલી જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે.