સ્નેહલ પટેલ/નવસારી: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ભારત માટે દોડ લગાવી અને પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દીકરીની સિદ્ધિ બદલ તેના માતાપિતાએ ખુશી વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018માં જકાર્તા ખાતે રમાયેલ એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી વિદેશની ધરતી ઉપર ભારતનું ( દેશનું )ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લાનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એકવાર પોલેન્ડમાં રમાઈ રહેલ યુરોપ એથ્લેટીક્સ 2019માં ભાગ લીધો હતો. જેમાં 400 મીટર મહિલા દોડમાં અન્ય પ્રતિસ્પર્ધીને પાછળ રાખી 54.21 સેકન્ડમાં લક્ષ્ય પૂરો કર્યો હતો.


દારૂબંધી છાતા લઠ્ઠાકાંડ થયું, 123 લોકોના મોત માટે સરકાર જવાબદાર: અમિત ચાવડા


સરિતાએ મેળવેલ સિદ્ધિ બદલ તેના પરિવારમાં ખુશીનો માહોલ છે,  માતાપિતા દીકરી વધુ ને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી છે. ડાંગ જિલ્લાની દીકરીએ ફરી એકવાર આદિવાસી સમાજ અને પોતાના વિસ્તારનું નામ રોશન કર્યું છે. ત્યારે ફરી એકવાર સરિતાનું ઉમળકાભેર સ્વાગત કરવા લોકો આતુર બન્યા છે.


જામનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ


જુઓ LIVE TV



ઉલ્લેખનીય છે કે, ગરીબ પરિવારમાં ઉછેરેલ સરિતા ગાયકવાડ પોતાની મહેનતે રમત ક્ષેત્રે આગળ આવી છે. જેના ઘરે આજે પણ ભૌતિક સુવિધાનો અભાવ જોવા મળે છે. જોકે સરકારી અગાઉ સરકાર દ્વારા મળેલ સહાયથી ચોક્કસ તેનું જીવન બદલાયું છે. અને આગામી સપ્ટેમ્બર માસમાં સરિતા વતન આવશે. ત્યારે નવા ઘરનો પાયો નાખશે તેવી તેના પિતાએ વાત કરી છે.