બનાસકાંઠાના પાંડવા ગામના યુવકની કમાલ, મોડિફાઇ કરી બનાવી બેટરીથી ચાલતી વિન્ટેજ કાર
આ કારને જોતા તમને એવું લાગશે કે આ કઈક અલગ પ્રકારની કાર છે. તો આપનો અંદાજો બિલકુલ સાચો છે કારણ કે આ એક બેટરીથી ચાલતી મજબૂત લોખંડની વિન્ટેઝ કાર છે. તે કાર કોઈ નવા સ્પેરપાટ્સથી બનાવવામાં નથી આવી પણ ભંગારની વસ્તુઓ એકત્રિત કરીને બનાવવામાં આવી છે.
અલકેશ રાવ, બનાસકાંઠાઃ વડગામ તાલુકાના પાંડવા ગામના વેલ્ડિંગ અને મોડિફાઈડનું કામ કરતાં યુવાને કમાલ કરી દોઢ વર્ષની મહેનત બાદ બેટરીથી ચાલતી વિન્ટેઝ કાર બનાવી છે. જેને પેટ્રોલના વધતાં ભાવ પણ નડતા નથી અને કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. તો કોને બનાવી આ અનોખી કાર અને કોણ છે આ યુવાન જુઓ અમારા ખાસ અહેવાલમાં..
આ કારને જોતા તમને એવું લાગશે કે આ કઈક અલગ પ્રકારની કાર છે. તો આપનો અંદાજો બિલકુલ સાચો છે કારણ કે આ એક બેટરીથી ચાલતી મજબૂત લોખંડની વિન્ટેઝ કાર છે. તે કાર કોઈ નવા સ્પેરપાટ્સથી બનાવવામાં નથી આવી પણ ભંગારની વસ્તુઓ એકત્રિત કરીને બનાવવામાં આવી છે અને આ કાર વધુ ખાસ એ રીતે છે, કે આ કારને બનાસકાંઠાના વડગામ તાલુકાના નાનકડા પાંડવા ગામના નાની એવી વેલ્ડિંગ અને મોડિફાઇડની દુકાન ચલાવનાર 22 વર્ષીય યુવક જુલફિકાર જાગીરદારે દોઢ વર્ષની મહેનત બાદ બનાવી છે.
વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે જાગીરદાર જુલ્ફીકાર કંઈક અલગ જ સંશોધન કરવાનું વિચાર્યું અને છેલ્લા દોઢ વર્ષથી આ કારને બનાવવાનું કામ કરી રહ્યા હતા અને એમની મહેનતનું આ પરિણામ છે આ બેટરીથી ચાલતી આ વિન્ટેઝ કાર. આ કારની ખાસિયતની વાત કરવામાં આવે તો તે સંપૂર્ણપણે બેટરીથી સંચાલિત છે આ કારની બેટરી 5 થી 6 કલાકમાં ચાર્જ થઈ જાય છે અને તેને ચાર્જ કરવામાં વીજળીના ફક્ત 5 થી 6 યુનિટ વપરાય છે. એકવાર બેટરી ફૂલ ચાર્જ થયા બાદ તે 100 કિલોમીટર આસાનીથી ચાલે છે અને તેની સ્પીડ 40 થી 45 કિમી પ્રતિકલાકે છે. આ કાર આસાનીથી એક હજાર કિલો વજન ખેંચી શકે છે. જોકે આ કારમાં જુલ્ફીકારે સોલાર પેનલ લાગવાનું પણ ઓપશન રાખ્યું છે જેથી ભવિષ્યમાં આ કાર સોલાર ઉપર પણ ચાલી શકે છે.
વિન્ટેજ બેટરી કાર બનાવનાર યુવાન જુલ્ફીકારના જણાવ્યાં મુજબ હજુ તો લાઈટનો ઉપયોગ ના કરવો પડે તે માટે આ કારમાં સોલાર પેનલનો ઉપયોગ કરીને બેટરી પણ ચાર્જીગ કરવાની સિસ્ટમ બેસાડવાની છે. જેથી સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય અને વીજળીની પણ બચત થાય. લોકો નવું સંશોધન કરવા નવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે પણ જુલ્ફીકારે અમૂકજ વસ્તુઓ નવી ખરીદી છે. બાકી બીજું બધું ભંગારમાંથી જ લાવ્યા છે અને અઢી લાખ રૂપિયા ખર્ચીને બેટરીથી ચાલતી કાર બનાવી છે. તેમનું કહેવું છે કે જો સરકાર તેમની કારને એપૃવલ આપે તો તે હવે સસ્તી કાર બનાવી શકે અને લોકોમાં તેનું વેચાણ કરી શકે.
નાનકડા ગામના યુવાને બેટરીથી ચાલતી અને ખુબજ મજબૂત કાર બનાવતા અને તેને લઈને લોકોને બેસાડીને ગામ અને આજુબાજુના ગામોમાં ફરતા આ કાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જેથી આ કાર બનાવનાર યુવાન ઉપર તેમના ગામના લોકો ગર્વ લઈ રહ્યા છે અને સરકાર યુવાનને મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube