અંબાજી અકસ્માત : ઓવરસ્પીડમાં ગાડી ચલાવનાર ડ્રાઈવર સામે માનવવધનો ગુનો નોંધાયો
અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ગઈકાલે થયેલા બસ અકસ્માતના મામલામાં ખાનગી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર સામે IPCની કલમ 304 મુજબ માનવવધનો ગુનો દાખલ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ડ્રાઈવરની ગફલતના કારણે લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે દાંતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે થયેલા બસ અકસ્માતમાં આણંદના આંકલાવ તાલુકાના 21 લોકોના મોત નિપજ્યાં છે.
બનાસકાંઠા :અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ગઈકાલે થયેલા બસ અકસ્માતના મામલામાં ખાનગી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર સામે IPCની કલમ 304 મુજબ માનવવધનો ગુનો દાખલ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ડ્રાઈવરની ગફલતના કારણે લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે દાંતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે થયેલા બસ અકસ્માતમાં આણંદના આંકલાવ તાલુકાના 21 લોકોના મોત નિપજ્યાં છે.
અંબાજી અકસ્માત : ખડોલ ગામે મૃતદેહો પહોંચતા જ પરિવારોમાં આંક્રદના દ્રશ્યો જોવા મળ્યા
આણંદ તાલુકાના આંકલાવ તાલુકાના પ્રવાસીઓ સોમવારે સાંજે લકઝરી બસમાં અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બસ જ્યારે ત્રિશુળિયા ઘાટ પાસેના અત્યંત ભયજનક હનુમાન મંદિર પાસેના વળાંકમાં યુ ટર્ન લઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડ અને વરસાદને લીધે પાછલું વ્હિલ અધ્ધર થઇ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી થઇ ગઇ હતી. 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795 સોમવારે 21 મુસાફરોના મોતનું કારણ બની હતી. આમ, આ સમગ્ર કેસમાં ડ્રાઈવરની લાપરવાહી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, 3 માસ અગાઉ ત્રિશૂળીયા ઘાટ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. જેમાં RTOને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે કે, ગઈકાલે થયેલા બસ એક્સિડન્ટમાં 21 મોત થતાં RTO સામે કોઈ જ કાર્યવાહી નહિ.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :