લલાજી પાનસુપિય/આણંદ: નવરાત્રીના પવિત્ર તહેવારમાં માઁ અંબાના દર્શન કરવા માટે આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના પાંચ ગામના લોકો પ્રાઇવેટ બસ બાંધી અંબાજી દર્શન કરવા માટે આસ્થા સાથે ગયા હતા. પણ દર્શન કરી પાછા ફરતા ત્રિસુલિયા ઘાટ પાસે વરસાદને કારણે બસ પલટી ખાય જતા તેમાના શ્રધ્ધાળુ માંથી 21ના ધટના સ્થળે મોત થયા હતા અને મોટા ભાગના લોકો ઘાયલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ શ્રધ્ધાલુ આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના હતા. તેમા ખડોલ ગામના 6 લોકોના અકસ્માતમાં મોત થતા ગ્રામવાસીઓમાં શોકનો માહોલ સર્જ્યા હતો. અને ગામમાં સ્વ્યમભુ બંધ પાળવામાં આવ્યું હતું. આ તમામના મૃતદેહ જ્યારે ગામમાં આવ્યા ત્યારે પરિવારોના રુદન અટકતા ન હતા.


અંબાજી અકસ્માત : ઓવરસ્પીડમાં ગાડી ચલાવનાર ડ્રાઈવર સામે માનવવધનો ગુનો નોંધાયો


મંગળવારે વહેલી સવારથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને આણંદ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મંગળવારે આંકલાવ તાલુકાના ખડોલના 6 મૃતદેહો, બોરસદ તાલુકાના પામોલના બે, દાવોલના બે અને કસુંબાડના એક મૃતદેહને ગામોમાં લાવવામાં આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જયારે મૃતદેહો ઘર ખાતે લઇ જવાયા ત્યારે પરિવારજનો દ્વારા રો પોકરણ મચાવી મૂકી હતી. દરેકના આંખમાં આંસુ જોવા મળ્યા હતા. અને મૃતકોની સ્મશાનયાત્રામાં આખુ ગામ જોડાયા હતુ અને ભારે હૈયે ગમગીની વચ્ચે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


અંબાજી અકસ્માત : ખડોલ ગામે મૃતદેહો પહોંચતા જ પરિવારોમાં આંક્રદના દ્રશ્યો જોવા મળ્યા


તમામ મૃતદેહોને એક સાથે અગ્નીદાહ આપવામાં આવ્યો હતો. તે સમયે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. અકસ્માતમાં મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આણંદ જીલ્લાના ભાવિક ભક્તોને અંબાજી જતા પાલનપુર પાસે લકઝરી બસને અકસ્માત થયો તે સમાચાર મળતાની સાથે આણંદના સાંસદ મિતેષભાઇ દ્વારા પાલનપુર સાંસદ પરબતભાઇ પટેલ તથા કલેક્ટરને ફોન પર સંપર્ક કરી તાત્કાલિક જરૂરી મદદ અને સારવાર મળી રહે તદઉપરાંત ઇજાગ્રસતો અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ સરનામાની વિગત મેળવી તેમના પરીવારોજનો સાથે સંપર્ક સાધી શકાય એવી તજવીજ હાથ ધરી છે.


જુઓ LIVE TV :