અંબાજી અકસ્માત : 22 મુસાફરોને મોતના મુખમાં ધકેલનાર ડ્રાઈવરનો બેદરકારીભર્યો વીડિયો થયો વાયરલ
અંબાજી (Ambaji)ના ત્રિશૂળીયા ઘાટ પાસે સર્જાયેલા અકસ્માત (Accident) માં 22 શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા હતા. ઓવરસ્પીડ (Over Speed)માં ગાડી ચલાવીને એક્સિડન્ટ સર્જનાર આ બસના ડ્રાઈવર સામે ગઈકાલે માનવવધનો ગુનો નોંધાયો હતો. ત્યારે આજે બસના ચાલક મુનીર વોરાનો વાઈરલ (Viral Video) થયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મુનીર બસ ચલાવતી વખતે એક હાથથી વીડિયો બનાવી રહ્યો છે. આ વીડિયો સાબિત કરે છે કે, ડ્રાઇવરની બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો છે. હાલ ડ્રાઇવર અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાસકાંઠા :અંબાજી (Ambaji)ના ત્રિશૂળીયા ઘાટ પાસે સર્જાયેલા અકસ્માત (Accident) માં 22 શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા હતા. ઓવરસ્પીડ (Over Speed)માં ગાડી ચલાવીને એક્સિડન્ટ સર્જનાર આ બસના ડ્રાઈવર સામે ગઈકાલે માનવવધનો ગુનો નોંધાયો હતો. ત્યારે આજે બસના ચાલક મુનીર વોરાનો વાઈરલ (Viral Video) થયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મુનીર બસ ચલાવતી વખતે એક હાથથી વીડિયો બનાવી રહ્યો છે. આ વીડિયો સાબિત કરે છે કે, ડ્રાઇવરની બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો છે. હાલ ડ્રાઇવર અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદ : સ્વરૂપવાનનો સ્વાંગ રચી આવેલી 2 યુવતીઓ Boys પીજીમાં ઘૂસી, અને...
આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે, બસનો ડ્રાઈવર મુનીર કેટલો બેદરકાર છે. એક તરફ તે ઓવરલોડેડ મુસાફરો સાથે નીકળ્યો હતો, તો બીજી તરફ તેણે ચાલુ બસમાં પોતાનો વીડિયો ઉતારી રહ્યો છે. દાંતા પોલીસે ડ્રાઈવરના આ વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ત્રિશુલીયા ઘાટ પાસે વળાંકવાળો રસ્તો હોવા છતા ડ્રાઈવરે પોતાની સ્પીડ ઘટાડી ન હતી.
Gandhi Jayanti : મુખ્યમંત્રીએ પોરબંદરની ચોપાટી પરથી કચરો ઉઠાવ્યો, પર્યાવરણ અંગે કરી મોટી જાહેરાત
આણંદ તાલુકાના આંકલાવ તાલુકાના પ્રવાસીઓ સોમવારે સાંજે લકઝરી બસમાં અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બસ જ્યારે ત્રિશુળિયા ઘાટ પાસેના અત્યંત ભયજનક હનુમાન મંદિર પાસેના વળાંકમાં યુ ટર્ન લઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડ અને વરસાદને લીધે પાછલું વ્હિલ અધ્ધર થઇ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી થઇ ગઇ હતી. 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795 સોમવારે 21 મુસાફરોના મોતનું કારણ બની હતી. આમ, આ સમગ્ર કેસમાં ડ્રાઈવરની લાપરવાહી સામે આવી છે. ખાનગી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર સામે IPCની કલમ 304 મુજબ માનવવધનો ગુનો દાખલ થયો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :