અંબાજી: યાત્રાધામ અંબાજીમાં 5 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે. અંબાજી મંદિરના શિખર સહિતને સોનાનું બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે માઇભક્તો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. રવિવારે અંબાજી મંદિરમાં અલગ-અલગ દાતાઓ દ્વારા સોનાના દાન આપાવામાં આવ્યાં હતા. જે પૈકી પાલનપુરના એક માઇભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 1 કિ.લો સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 52,50,000 થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અલગ અલગ દાતા દ્વારા સોનાના દાન કરવામાં આવી રહ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું છે. પાલનપુરના એક માઈ ભક્ત દ્વારા એક કિલો સોનું (રૂપિયા, 52,50,000) દાન આપવામાં આવ્યું છે. 100 ગ્રામની 9 લગડી, 50 ગ્રામની 2 લગડી, જ્યારે બીજા એક દાતાએ એક સોનાનો હાર 105 ગ્રામ 4 લાખ 80 હજારની કિંમતનો ભેટ આપ્યો છે. મુંબઈની પાર્ટી દ્વારા અંબાજીમાં દાન અપાયું છે.



ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં માઈભક્તો દાનનો ધોધ વહાવી રહ્યા છે. પાલનપુરના એક ભક્તએ 52 લાખથી વધુનું એક કિલો સોનું અર્પણ કર્યું. તો મુંબઈના અન્ય એક દાતાએ રૂપિયા 5 લાખની કિંમતનો સોનાનો હાર માતાજીને અર્પણ કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube