પરખ અગ્રવાલ/અંબાજી :જો તમે આગામી ચાર દિવસ શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હોય તો જાણી લેજો કે, ગબ્બર પર્વત પરની રોપવે સેવા આજે 25 જુલાઈથી 28 જુલાઈ સુધી બંધ રાખવામાં આવે છે. 4 દિવસ રોપવે સેવા બંધ રહેતા શ્રદ્ધાળુઓને ચઢીને મંદિરના દર્શને જવુ પડશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર દિવસ રોપવે સેવા બંધ
શક્તિપીઠ અંબાજીના ગબ્બર ઉડનખટોલાની રોપવે સેવા આજે 25 જુલાઈથી 28 જુલાઈ સુધી 4 દિવસ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ રોપવે દ્વારા માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા રોપ વે દ્વારા જતા હોય છે. ત્યારે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે રોપવેની સાર સંભાળ માટે સમયાંતરે મેન્ટેનેન્સ કરવામાં આવે છે. ત્યારે હાલ મેન્ટેનેન્સ કામગીરી અંતર્ગત રોપ-વે સેવા આજથી બંધ કરવામાં આવી છે.


આ પણ વાંચો : દ્વારકામાં આખલા યુદ્ધ, મંદિરે ધજા ચઢાવવા જતા શ્રદ્ધાળુઓ પર હુમલો કરીને ઘાયલ કર્યાં


ભાદરવી પૂનમના મેળા પર ચેકિંગ
એટલું જ નહિ, આગામી ટૂંક સમયમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો પણ યોજાનાર છે. ત્યારે સંપૂર્ણ સુરક્ષા અને સલામતી યાત્રિકોને મળી રહે તે માટે આ મેન્ટેનેન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ આજે 25 જુલાઈ થી 28 જુલાઈ સુધી આ રોપ વે સેવા 4 દિવસ બંધ રહેશે. 29 જુલાઈથી સંપૂર્ણ સલામતી સાથે રોપવે સેવા પુનઃ શરૂ કરવામાં આવશે તેવુ રોપવેના મેનેજર નૈનેશ પટેલે જણાવ્યું. જો કે આજથી રોપવે સેવા બંધ કરાતા મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ પગપાળા પગથિયાં દ્વારા ગબ્બરગઢ ઉપર અખંડ જ્યોતના દર્શાનર્થે જતા જોવા મળ્યા હતા. પગપાળા દર્શને ગબ્બર ઉપર જવાનો માર્ગ ચાલુ છે. 


આ પણ વાંચો : ચા પીને કપ ખાઈ જાઓ, વડોદરાના યુવકનું નોખું સ્ટાર્ટઅપ, ચા-બિસ્કીટ જેવી આવે છે ફીલિંગ 


અંબાજીમાં રોપ-વેના ભાડા ઘટ્યા
અંબાજીમાં ગબ્બર રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરાયો છે. 47 મી જીએસટી કાઉન્સેલિંગ મિટિંગમાં જીએસટીનો દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. પરિવહન ક્ષેત્રની સેવામાં જીએસટી દરના દરમાં ઘટાડો કરાયો છે. અંબાજી ગબ્બર રોપ-વેમાં ટિકિટના ભાવ રૂપિયા 141 ના બદલે રૂપિયા 125 કરાયો છે. ટિકિટમાં 16 રૂપિયાનો ઘટાડો કરાયો છે.