આવતીકાલથી દશામાંના વ્રતનો શુભારંભ, એક દાતાએ મૂર્તિ અને પૂજાપાનું વિનામૂલ્યે વિતરણ કર્યું
જોકે આ વખતે વધેલી મોંઘવારીને લઇ કોઈ દશામાંની મૂર્તિ ન ખરીદી શકે તેવો હોય તો તેવા ભકતો માટે અંબાજીના એક દાતા હેમંત ભાઈ દવે દ્વારા 501 દશામાંની મર્યાદિત સાઈઝની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
ઝી બ્યુરો/બનાસકાંઠા: ગુજરાત ભરમાં દશામાંના વ્રતનો અનેરો મહિમા છે. દિનપ્રતિદિન દશામાના વ્રતનો મહિમા વધતો જઈ રહ્યો છે. આવતીકાલ અમાવશ્યાથી 10 દિવસના દશામાંના વ્રત રાજ્યભરમાં પ્રારંભ થઇ રહ્યા છે. આ વ્રત અમાવશના દિવસે શરુ થતા હોવાથી વ્રર્તકારી બહેનો દશામાંની મૂર્તિ અમાવાસે ન ખરીદી તે પૂર્વે જ લાવી દશામાંની પ્રતિસ્ઠા કરે છે. અમાવાસના આગલા દિવસે દશામાંની મૂર્તિ ખરીદી પોતાના ઘરે લઇ જાય છે.
ટામેટા સિવાય આ શાકભાજીઓ પણ મોંઘા થયા, જાણો માર્કેટિંગ યાર્ડનો શું છે આજનો ભાવ
જોકે આ વખતે વધેલી મોંઘવારીને લઇ કોઈ દશામાંની મૂર્તિ ન ખરીદી શકે તેવો હોય તો તેવા ભકતો માટે અંબાજીના એક દાતા હેમંત ભાઈ દવે દ્વારા 501 દશામાંની મર્યાદિત સાઈઝની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અત્યાર સુધીની સૌથી ઘાતકમાં ઘાતક આગાહી, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મેઘતાંડવની આગાહી
એટલું જ નહીં માતાજીનો પૂજાપો પણ વિનામૂલ્ય આપવામાં આવ્યો હતો. લોકો ઘરે ઘરે માતાજીની પ્રતિસ્થા કરી માતાજીના વ્રત કરે અને આસ્થામાં વધારો થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. જોકે બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા સતત બીજા વર્ષે આ દશામાતાની મૂર્તિ તેમજ પૂજાપો વિનામૂલ્ય આપ્યો છે.
અમેરિકા જવા નીકળેલો સુધીર પટેલ ક્યા છે તે એજન્ટને ખબર નથી : 75 લાખમાં થયો હતો સોદો