બનાસકાંઠા: નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવાર 26 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ દિવસે સવારે નવથી સાડા દસ વાગ્યાના સમયમાં ઘટ સ્થાપન કરવામાં આવશે. સવારની આરતી સાડા સાતથી આઠ વાગ્યે થશે. સવારે આઠ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે સાડા બારથી સવા ચાર વાગ્યા સુધી દર્શન થશે. જ્યારે સાંજે સાડા છથી સાત વાગ્યા સુધી અને સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી દર્શન કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી મંદિરનો કાર્યક્રમ
1. ઘટ સ્થાપન : આસો સુદ-1 સોમવારને તા. 26 સપ્ટેમ્બર સવારે 9-00 થી 10-30
2. આસો સુદ-8 (આઠમ) : આસો સુદ-8 સોમવારને તા. 3 ઓક્ટોબર આરતી સવારે 6-00 કલાકે
3. ઉત્થાપન : આસો સુદ-8 સોમવારને તા. 3 ઓક્ટોબર સવારે 11-46 કલાકે
4. વિજ્યાદશમી (સમી પુજન) : આસો સુદ-10 બુધવારને તા. 5 ઓક્ટોબર સાંજે 5-00 કલાકે
5. દૂધ પૌઆનો ભોગ : તા. 9 ઓક્ટોબરને રવિવારના રોજ રાત્રે 12-00 કલાકે કપૂર આરતી
6. આસો સુદ પૂનમ : આસો સુદ-15 રવિવારને તા. 9 ઓક્ટોબરને આરતી સવારે 6-00


26 મી સપ્ટેમ્બરથી આરતી તથા દર્શન
- આરતી સવારે : 7-30 થી 8-00
- દર્શન સવારે : 8-00 થી 11-30
- રાજભોગ બપોરે : 12-00 કલાકે
- દર્શન બપોરે : 12-30 થી 4-15
- સાંજે આરતી : 6-30 થી 7-00
- સાંજે દર્શન : 7-00 થી 9-00


અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા માટે આસો સુદ-1 (એકમ) સોમવારથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube