પરખ અગ્રવાલ/અંબાજી: શક્તિપીઠ અંબાજી માં બે વર્ષ બાદ ભાદરવી પુનમ નો મેળો ભરાવા જઈ રહ્યો છે. જેની અંબાજી મંદિર ટ્રસ્ટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વકતે મેળા સમયે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી શક્યતા છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અંબાજી દર્શન કરવા માટે આવતા ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 400થી વધુ કામદારો સતત કામ કરી રહ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત તેની ગુણવત્તાની ચકાસણી પણ કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાદરવી પૂનમના મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે એસટી વિભાગે ખાસ આયોજન કર્યું છે. એસટી વિભાગે ભક્તો માટે 1000 થી 1100 વધારાની એસટી બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે. આગામી પાંચ સપ્ટેમ્બરથી 11 મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મેળાનું આયોજન થવાનું છે. જેના માટે દરેક અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. યાત્રાળુઓને બસની સુવિધા સાથે પાણીની, હંગામી શેડ, માર્ગદર્શન માટે એનાઉન્સમેન્ટ, વગેરે જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં જવા માંગતા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube