અંબાજી: ગુજરાત (Gujarat) માં ઝડપથી પ્રસરી રહેલા કોરોના (Coronavirus) એ ફરી એકવાર લોકોની આસ્થા પર અસર કરવાનું શરૂ કરી દીધું છે. વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે ફરી એકવાર રાજ્યના મોટા મંદિરો (Temple) ના દ્વાર બંધ થવા લાગ્યા છે. ચૈત્ર નવરાત્રિ (Navratri) મંગળવારે એટલે કે આજથી શરૂ થવાની છે, પરંતુ તેમછતાં લોકો માતાજીના મંદિરોમાં રૂબરૂ દર્શન કરી શકશે નહી, કારણ કે મોટાભાગના મંદિરો બંધ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક મંદિરો 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યા છે, તો કેટલાક મંદિરોના ટ્રસ્ટોએ આગામી નિર્દેશ જાહેર ન થાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દ્વારકા મંદિર, વીરપુર જલારામ મંદિર, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજથી શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple) ને દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 

કોરોના સામે કવચ પુરૂ પાડે છે આ અમૃતા ઔષધિ, ચરક સંહિતામાં ખૂબ છે જાણીતી


વધુમાં ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો, અંબિકા ભોજનાલય તથા ટ્રસ્ટ સંચાલિત અંબિકા વિશ્રામગૃહ અને જગતજનની પથિકાશ્રમ (હોલી ડે હોમ) પણ 13 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવે છે. 


સોમનાથ મંદિર બંધ
શ્રી સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust) દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી કે રવિવાર એટલે કે 11 એપ્રિલથી સોમનાથ મંદિર (Somnath Temple) દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અન્ય નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી મંદિર બંધ રાખવોન નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથનું મુખ્ય મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાણ – ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

મોટો નિર્ણય: ગુજરાત રાજ્યની તમામ કોલેજોમાં ૩૦મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ


આ સાથે જ શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી ઓનલાઈન નોંધાવી શકશે. તેમજ સુરર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઈન કરાવી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટની વેબસાઈટથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.


આ ઉપરાંત રાજકોટ (Rajkot) પંથકમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના સંક્રમણના લીધે વીરપુર (Virpur) ના સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જલારામ મંદિર અગિયાર એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરની સાથે અન્નક્ષેત્ર પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. આ ઉપરાંત રાજકોટ - કાગવડ ખોડલધામ મંદિર તેમજ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલું સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) બંધ રહેશે. BAPS સંસ્થાએ આગામી 30 એપ્રિલ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓમાં સંક્રમણ ફેલાય નહીં લોકો મંદિરમાં એકઠા થાય નહીં તે માટે સાધુ સંતોએ આ નિર્ણય લીધો હતો.


તો આ તરફ યાત્રાધામ શામળાજી મંદિર (Shamlaji Temple) 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધ મંદિરમાં થશે પરંતુ ભગવાનની નિત્ય ક્રમ મુજબ સેવા પૂજા થશે. કોરોના વધતા જતા સંક્રમણ ફરી એકવાર મંદિરને તાળા લાગવા માંડ્યા છે. જેથી આગામી થોડા સમય સુધી ભક્તો દર્શનનો લ્હાવો લઇ શકશે નહી. મંદિર બંધ કરાતા મંદિર પરિસરો સુમસામ બન્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube