Ambaji Temple Mohanthal Prasad Change : ગુજરાતના પ્રખ્યાત અંબાજી મદિરમાં પ્રસાદનો વિવાદ વકર્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા શ્રદ્ધાળુંઓમાં ભભુક્યો રોષ ભભૂક્યો છે. અંબાજી પ્રસાદને લઈ રાજકારણ વધ્યું છે. અનેક લોકો સોસીયલ મીડિયા દ્વારા અંબાજીમાં મોહનથાળ ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે. તો હિન્દુ હિત રક્ષક સમિતિએ પણ 48 કલાકમાં પ્રસાદ ચાલુ નહીં કરાય તો અચોક્કસ મુદત સુધી અંબાજી બંધ રાખવા ચીમકી ઉચ્ચારી છે. જો મોહનથાળનો પ્રસાદ ચાલુ ના કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સવાલ એ છે કે, જો વાત આસ્થાની હોય તો પ્રસાદ બદલવાની શું જરૂર પડે. મંદિરની વર્ષોની પરંપરા મુજબ મોહનથાળનો પ્રસાદ ધરાવાય છે. મોહનથાળ એ અંબાજી મંદિરની ઓળખ છે. ત્યારે આ ઓળખ ભૂંસવાનો પ્રયાસ છે. ત્યારે અંબાજીના પ્રસાદનો મુદ્દો હાઇકોર્ટમાં ગુંજે તેવી શક્યતા છે. પાલનપુર વકીલ મંડળે હાઇકોર્ટમાં પિટિશન કરવાની તૈયારી દર્શાવી છે. 
     
આજે મંદિર આવેલા ભક્તોને મોહનથાળ ન મળ્યો 
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા ભક્તોની માંગ છે. આજે મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોએ જણાવ્યું કે, મોહનથાળનો પ્રસાદ લેવા આવ્યા અને ચીક્કી પકડાવી દીધી. માતાજીને રાજભોગ જ ધરાવવો જોઈએ. મોહનથાળ ચાલુ રાખો, ચીક્કને પ્રસાદ ના કહેવાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનો વિરોધ
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલે કોંગ્રેસે ઉગ્ર વિરોધ દર્શાવ્યો. 'ચીકીના પ્રસાદમાં તગડી કમાણી કરવા આ નિર્ણય લેવાયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે સવાલ કર્યો છે કે ચીકીના પ્રસાદ પાછળ કેટલો નફો હશે? મોહનથાળનો પ્રસાદ બંધ થશે તો ઉગ્ર આંદોલન કરાશે. કોંગ્રેસે ચીક્કીનો પ્રસાદ ચાલુ રાખવા માંગ કરી છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા MLA કાંતિ ખરાડીએ સવાલ ઉઠાવ્યા કે, ચીકીનો પ્રસાદ યોગ્ય નથી. કોઈ કર્તાધર્તાએ આ નિર્ણય લીધો છે. પ્રસાદમાં મોહનથાળજ ચાલુ રહેવું જોઈએ. કોઈ પણ ચર્ચા કર્યા વગર જ આ નિર્ણય લઈ લેવાયો છે. 



ભાજપના નેતાનો પણ વિરોધ
શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ અંગે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા લાગણી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો જ પ્રસાદ ચાલુ રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ. અંબાજી મંદિરમાં પ્રસાદમાં ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ.


અંબાજીમાં કેમ ચિકીનો પ્રસાદ? 
ચિકીના પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે વાત-ચીત
અમૂલ બ્રાન્ડ હોવાથી પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે
સોમનાથ, તિરુપતિ સહિતના મંદિરોમાં સૂકા પ્રસાદની માગ
મંદિરોની માગ જોઈને અંબાજીમાં ચિકીના પ્રસાદનો નિર્ણય
પ્રસાદ બદલવાને લઈને મંદિર સંચાલકોએ અનેક રજૂઆત કરી
મંદિર પ્રશાસન દ્વારા પ્રસાદ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો
ચિકીનો પ્રસાદ સૂકો હોવાથી 3 માસ સુધી રાખી શકાય છે 


માઈ ભક્તોનું શું કહેવું છે? 
મોહનથાળનો પ્રસાદ ન મળતાં વહીવટી તંત્ર સામે ભક્તોએ આક્રોશ ઠાલવ્યો. ભક્તોએ કહ્યું કે, આ નિર્ણય શ્રદ્ધાળુઓની આસ્થા સાથે વિશ્વાસઘાત સમાન છે. મોહનથાળ માતાજી અને અંબાજીની આગવી ઓળખ છે. મોહનથાળના પ્રસાદમાં માતાજીના સાક્ષાત દર્શન થાય છે. મંદિરની સ્થાપના થઈ ત્યારથી મોહનથાળના પ્રસાદની પરંપરા છે. વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓની પણ પરમ આસ્થા જોડાયેલી છે. હિંદુ હિત રક્ષા સમિતિએ અંબાજી મંદિર ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. મોહનથાળનો પ્રસાદ ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 


મોહનથાળની પ્રજા 500 વર્ષ જૂની
દાંતાના પૂર્વ રાજવી કુંવર રિદ્ધિરાજસિંહજીએ આ અંગે કહ્યું કે, મોહનથાળની પ્રથા 500 વર્ષોથી પણ વધુ જૂની છે. પરંપરા તોડીને બંધ કરવી એ ખૂબ જ નિંદનીય છે. મંદિરના પૂજારીઓના પૂર્વજો દ્વારા માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવતા હતા. મોહનથાળ મંદિરની ઓળખ અને આસ્થા જોડાયેલી બાબત છે.