ઝી બ્યુરો/બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજી મંદિરનું મહત્તમ નવું જીણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઇ હતી ને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થરથી ગળતર શરુ થયું હતું. આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે. આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે, પણ લગભગ છેલ્લા 50 વર્ષથી આ સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદને અનેક વાવાઝોડાના ડસ્ટથી મંદિરનો માર્બલ પીળોને કાળા ડાઘ વાળો થઇ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે', કેજરીવાલનો સૌથી મોટો હુમલો


ત્યારે બરોડાના એક માઈ ભક્ત અવારનવાર અંબાજી મંદિરે આવતા હતા. તેમને આ મંદિરના સંગેમરમરની ચમક ફરી લાવવાનો મન બનાવી મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી. આ મંદિરની તમામ સાફ સફાઈ પાવર વૉશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલની ખરી ચમક ફરી લાવવાનો અંદાજે ખર્ચ 15 લાખ ઉપરાંતનો થવા જાય છે, પણ બરોડાની ઇકો ફેસેલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલભાઈ એ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટ એ હાલ તબક્કે માર્બલની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે આ કામગીરી 45 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે. 


નેતાજી આ શું બોલ્યા? BJPમાં ચાલતા વિવાદ મુદ્દે પૂછતાં રૂપાલાએ કહ્યું; હવે રહેવા દયો


અંબાજી મંદિરના જીણોદ્ધારને 50 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અનેકો વખતના વરસાદ-વાવાઝોડાથી ડાઘ વાળો માર્બલ ફરી તેની ઓરીજનલ ચમકમાં આવશે અને તેની ચમક જે પાવર વૉશ અને સ્ટીમ વોશથી કેમિકલ સાથેની ટ્રીટમેન્ટની અસર એકથી દોઢ વર્ષ સુધી ટકશે. ત્યારબાદ આજ કંપની ફરી ચોખ્ખું કરી આપવાની પણ ખાતરી અપાતા મંદિરના માર્બલની સફાઈ કામગીરી નિઃશુલ્ક બરોડાની કંપનીને સુપ્રત કરવામાં આવી છે. 


કરીના કપૂર ખાનને હાર્ટકોર્ટે ફટકારી નોટિસ, બુકના ટાઈટલને લઈને મચ્યો હોબાળો


જે રીતે હાલ તબક્કે આ કામગીરીનો પ્રારંભ કરાયો છે, સફાઈ કામગીરી ચાલી રહી છે તેમાં સફાઈ કરેલો અને સફાઈ કર્યા વગરનો માર્બલનો પથ્થર સ્પષ્ટ પરિણામ બતાવી રહ્યું છે. આમ અંબાજી મંદિર ફરી એક વાર પોતાની સફેદી સાથે સંગેમરમર વાળુ ચમકતું જોવા મળશે. 


વર્ષ 2025 સુધી શનિ દેખાડશે પોતાનો કમાલ, આ જાતકોનો શરૂ થયો ગોલ્ડન ટાઈમ