પરખ અગ્રવાલ/બનાસકાંઠા :ગઈકાલે રંગેચંગે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું ઉદઘાટન થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાનો રથ ખેંચાવીને મેળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. પહેલા દિવસે જ લાખો ભાવિક ભક્તો મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે આજે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે. સાત દિવસના મહામેળાના પ્રથમ દિવસે જ ભક્તો ધજા લઈને મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. મેળાના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં 3 લાખ જેટલા શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. તેમજ મેળાના પ્રથમ દિવસે મંદિરને દાન ભેટની કુલ આવક પણ 61 લાખ રૂપિયાની થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ દિવસની મેળાની વિગત
કુલ આવક 61,20,826 થઈ


  • મંદિરના શિખરે 130 ધજાઓ ચઢાવાઈ

  • 22,419 લોકોએ ભોજન પ્રસાદ લીધુ

  • 3,20,300 પ્રસાદનું વિતરણ થયું

  • 19,089 પ્રવાસીઓએ બસનો લાભ લીધો

  • 442 બસ ટ્રીપ કરાઈ

  • 130 ધજારોહણ કરાઈ


મેળાના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર સહિત મુખ્ય બજારોમાં કુમકુમ ગુલાલની છોળો ઉડી હતી. તો બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સમગ્ર અંબાજીના વાતાવરણમાં ગુંજતો સંભળાઈ રહ્યો છે. જેને કારણે અનોખો અને આકર્ષિત એવો ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. 


અંબાજીના મહામેળા માટે વૃદ્ધો, વિકલાંગો તથા બાળ બક્તો માટે ખાસ એસટી બસનો પ્રારંભ કરાયો છે, જે નિશુલ્ક છે. આ સાથે જ ભક્તો માટે ટેન્ટ સિટી સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ભક્તોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે રીતે તંત્ર તથા મંદિરના ટ્રસ્ટ દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :