અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આ તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ
Coldwave Alert: ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દેશના ઉત્તરીય પ્રદેશમાં ઠંડી વધી જતા ધીરે ધીરે ગુજરાતમાં પણ ઠંડી વધશે. આવતીકાલે ઉત્તરાયણનો પર્વ શરૂ થઈ રહ્યો છે, ત્યારે તારીખ 14, 15 અને 16માં ઠંડા પવનો ફુંકાશે.
Gujarat Weather 2023: ગુજરાતમાં આગામી 5 દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો 9થી 10 ડિગ્રી વચ્ચે રહેશે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાબાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલે કહ્યું; ગુજરાતમાં વરસાદની શક્યતા છે...
ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દેશના ઉત્તરીય પ્રદેશમાં ઠંડી વધી જતા ધીરે ધીરે ગુજરાતમાં પણ ઠંડી વધશે. આવતીકાલે ઉત્તરાયણનો પર્વ શરૂ થઈ રહ્યો છે, ત્યારે તારીખ 14, 15 અને 16માં ઠંડા પવનો ફુંકાશે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે પવન તો મઝા બગાડશે નહીં, પરંતુ આ દિવસે પવનનું જોર વધે તેવી પણ શક્યતા છે. જ્યારે રાજ્યના અલગ અલગ ભાગોમાં તા 17, 18 અને 19માં હવામાનમા પલટો આવવાની શક્યતા છે. તારીખ 20થી 25માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉ ગુજરાત, દ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે ખેડૂતો સહિત લોકોને કર્યા સાવધાન! આગામી 5 દિવસ રહેશે ખુબ ભારે!
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આવનારા દિવસોમાં એશિયાના ભાગો ઠંડાગાર બની જશે. જો ગુજરાતની વાત કરીએ તો, ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાંથી આવતા સીધા પવનોના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી કહેર વર્તાવશે. મહેસાણા પંથકના સિદ્ધપુર, વીસનગર, બહુચરાજી અને કડી, બનાસકાંઠા પંથકના સમી અને હારીજ તેમજ વિરમગામ અને સુરેન્દ્રનગરમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી જવાની શક્યતા રહેશે.
મોત પહેલાંનો વીડિયો: યુવકે કરૂણ આક્રંદ સાથે ગળેફાંસો ખાધો, સ્યૂસાઇડ નોટમાં લખી કહાની
જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જૂનાગઢ, રાજકોટ સહિત ગિરનાર પંથકમાં કાતિલ ઠંડી પડશે, જે લાંબી ચાલશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઉભા પાકમાં હિમ પડવાની શક્યતા રહેશે. આથી પાકને બચાવવા માટે ખેડૂત ભાઈઓએ આવશ્યક પગલા લેવા જોઈએ. દેશના ઉત્તર ભાગોમાં આવેલા પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાના પગલે બરફીલા પવન ફૂંકાશે. 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણના પર્વ પર હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. જેની અસર ફેબ્રુઆરી સુધી પણ વર્તાશે, જેના પગલે કારમી ઠંડી રહેશે. ધ્રુવીય પવનની અસરના કારણે અમેરિકા, કેનેડા સહિતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે.