Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ચોમાસાનો શરૂઆતનો તબક્કો ધમાકેદાર રહ્યો. જૂન અને જુલાઈમાં જ્યાં જુઓ ત્યાં મૂશળધાર વરસાદના જ સમાચાર હતા. હવે એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે અને વરસાદના કોઈ વાવડ નથી. ગુજરાતમાં ઓગસ્ટમાં નહીંવત વરસાદની હવામાન વિભાગની આગાહી છે. વરસાદની કોઈપણ સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. જો કે સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આવામાં ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 2 8થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગરમીનો અનુભવ થવા લાગ્ય છે. સપ્ટેમ્બર મહિનામાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ગરમીનો અહેસાસ થશે. 23 સપ્ટેમ્બરથી સખત ગરમીના અહેસાસની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થશે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. 


સુરતના દરિયા કાંઠે તણાઈ આવ્યું મહાકાય જીવ, લોકોએ દરિયાનું પાણી પીવડાવી જીવતું રાખ્યુ


ગુજરાતમાં વરસાદની સ્થિતિ (ઝોન મુજબ)
કચ્છ - 24.85 ઈંચ
ઉત્તર - 19.54 ઈંચ
પૂર્વ મધ્ય - 21.08 ઈંચ
સૌરાષ્ટ્ર - 31.29 ઈંચ
દક્ષિણ - 39.73 ઈંચ


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે.  30 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે,  30 ઓગસ્ટ સુધી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.


ગુજરાતની દીકરીઓ ક્યાંય પાછળ ન રહે, 85 દીકરીઓએ વેઈટ લિફ્ટિંગમાં વગાડ્યો ડંકો


આ વર્ષે સુરત શહેરમાં ઓગસ્ટમાં 7 વર્ષ પછી સૌથી કંગાળ ચોમાસું જોવા મળ્યું છે. ચાલુ ઓગસ્ટ મહિનામાં માત્ર 2 ઈંચ વરસાદ સુરતમાં ઓગસ્ટ મહિના દરમિયાન વરસ્યો છે. સુરતમાં 38 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. મહિનાના બાકીના 4 દિવસ વરસાદની શક્યતા નહિવત છે. છેલ્લે 2015માં ઓગસ્ટમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરાઈ છે. 


ગુજરાતમાં 1993 થી 2022 એમ છેલ્લા 30 વર્ષની વરસાદી પેટર્ન પર નજર કરીએ તો, સરેરાશ મુજબ ચોમાસા દરમિયાન સરેસાશ 34.52 ઈંચ વરસાદ પડતો હોય છે. જેની સરખામણીએ અત્યાર સુધી સરરેશા 28.22 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ 18 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર-કચ્છને બાદ કરતા રાજ્યમાં અન્ય ઝોનમાં સરેરાશ વરસાદ 100 ટકાથી પણ ઓછો છે. 


ગુજરાતીઓને વિદેશ ભણવામાં આ તકલીફોનો કરવો પડે છે સામનો, પડકારો જ પડકારો છે


વરસાદના પ્રારંભિક મિજાજને જોઈને ખેડૂતોએ વાવણી કરી, હવે વરસાદ ખેંચાયો છે અને સ્થિતિ એવી આવી છે કે વાવેલો પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.. રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર તો ગત વર્ષ કરતા પણ વધુ છે પરંતુ જરૂરી એ છે કે પાકને જ્યારે પિયતની જરૂર છે ત્યારે પાણી મળી રહે.. હવે ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે પિયતનું પાણી પુરતુ ઉપલબ્ધ નથી.. શરૂઆતમાં સારો વરસાદ થતા મોંઘા બિયારણ લાવી પાક વાવ્યો છે.. હવે એક મહિના સુધી સતત વરસાદ થયો નથી.. પાકને પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળતા પાક સુકાવા લાગ્યો છે.. અત્યારે પિયત ન કર્યું તો પાક બળી જાય તેવી શક્યતા છે.. પિયત કર્યા બાદ વરસાદ આવ્યો તો પણ પાકને નુકસાન થશે.


મહેમદાવાદના ગણપતિ મંદિરને ફરતે બંધાઈ વિશાળ રાખડી, જુઓ Photos