Ambalal Patel Prediction : અંબાલાલની ઘાતક આગાહી, આ તારીખે આવશે વરસાદનું બીજું વહન, જળબંબાકાર થશે ગુજરાત
Ambalal Patel Monsoon Prediction : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 22, 23 અને 24 તારીખ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેશે. વરસાદનું બીજું વહન 27 તારીખે આવશે. વરસાદના બીજા વહનમાં ઉત્તર ભારતની નદીઓમાં પુર આવશે
Gujarat Weather Forecast : હાલ સૌરાષ્ટ્રમાં મેંઘતાંડવ થઈ રહ્યું છે. હજુ 3 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળશે. આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ વચ્ચે આજે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ છે. જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતી કાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ છે. નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારેની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક ઘાતક આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. મજબૂત ગસ્ટ ગુજરાત તરફ ભારે ભેજ લઈને આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આ કારણે મધ્ય સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા , આણંદ, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. 22, 23 અને 24 તારીખ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેશે. વરસાદનું બીજું વહન 27 તારીખે આવશે. વરસાદના બીજા વહનમાં ઉત્તર ભારતની નદીઓમાં પુર આવશે.
પિતાએ ઘડપણનો સહારો ગુમાવ્યો : ભાઈને ગુમાવનાર બહેનનો વલોપાત સાંભળી કાળજુ કંપી જશે
આજે દ્વારકામાં વરસાદી રેડ એલર્ટ અપાયું
આજે હવામાન વિભાગ દ્વારા જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં યેલો એલર્ટ છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગરમાં યેલો એલર્ટ છે.
યુરિયા ખાતર અંગે સરકારની મોટી સ્પષ્ટતા, અફવા અંગે ખેડૂતોને કર્યા સાવધાન
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 65% વરસાદ ખાબક્યો છે. મોન્સૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ રહેશે. ઓગસ્ટ મહિના સુધી ગુજરાતમાં સારો વરસાદ રહેશે.