Heatwave Alert : ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેએ કમોસમી માવઠાની પણ આગાહી કરી છે. ગુજરાતીઓ માટે મે કરતાં એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. રાજ્યમાં પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. આગામી પાંચ દિવસ કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લૂ ફૂંકાશે. જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર અને દાહોદમાં ૧૧ એપ્રિલે માવઠાના સંકેત મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી તા. ૧૧મી એપ્રિલથી રાજ્યનાં કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતાએ સંકેતો આપ્યા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર અને દાહોદમાં ૧૧મી એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડશે. જેના કારણે ખેડૂતોએ પણ સાવચેત રહેવાની જરૂરૂ છે. આ સિવાય તા. ૧૨ અને ૧૩ એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ સર્જાઈ શકે છે.  હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર- કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમ હવા (લૂ) ફૂંકાઈ શકે છે.


વટ પડશે પણ વોટ જશે : રૂપાલા 5 લાખની લીડથી જીતશે પણ લાખો મત તૂટશે, ગામડા ગણિત તોડશે


આ જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન ખાતાની આગાહી મુજબ, ૧૧મીના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબકાંઠા તેમજ મહિસાગર અને દાહોદમાં માવઠું પડશે. ૧૨મી એપ્રિલના રોજ ભરૂચ, સુરત અને નવસારીમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ૧૩મી એપ્રિલના રોજ ભરૂચ, સુરત અને નવસારી સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજ્યનાં ૧૦ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીને પાર નોંધાયો હતો. જેમાં અમદાવાદ શહેરમાં ૩૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. એ સિવાય ડીસાનું ૩૮.૭ ડિગ્રી, ગાંધીનગરનું ૩૮.૫ ડિગ્રી નોંધાયું છે.


12 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી 
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે. હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. 


ગુજરાતમાં 11 બેઠકો પર કોંગ્રસ Vs કોંગ્રેસ : મતદારો તો ચહેરો જોઈને જ વોટ આપશે ને!


આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે


સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે.


સુરતી વાલીઓની પહેલી પસંદ છે આ સરકારી શાળા, એડમિશન માટે 3 હજારનું વેઈટિંગ લિસ્ટ!