ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી

Ambalal Patel Prediction : કમોસમી વરસાદ પર અંબાલાલ પટેલની આગાહી... હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પડશે.. અરવલ્લી, ઈડર, વડાલી, મહેસાણામાં વરસાદની આગાહી.. આણંદ, નડિયાદ, ખેડામાં કમોસમી વરસાદની શક્યતા.. દક્ષિણ ગુજરાતમાં માઠવાની શક્યતા.. આજે અને આવતીકાલે વરસાદ પડી શકે..
Gujarat Rain Alert : જો તમે ગુજરાતમાં આજથી ક્યાંય ફરવા જવાનું કે કામથી બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સાવધાન રહેજો. કારણ કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાત પર સંકટના વાદળો મંડરાયા છે. ગઈકાલથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ અડધા ડઝન જિલ્લાઓમાં વરસાદ આવ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી આ કરતા પણ ખતરનાક છે.
ક્યાં ક્યાં આવશે વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. આણંદ, નડિયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. શનિવારે પણ કમોસમી વરસાદ રહેશે.
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
ગુજરાતના 20 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની ચેતવણી, ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે