અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે લોકોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે થોડી ઠંડી લાગી રહી છે તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરોમાં તાપમાન વધુ જોવા મળી રહ્યું છે. બીજીતરફ એવું લાગી રહ્યું છે કે ઠંડીએ લગભગ વિદાય લઈ લીધી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ?
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે માહિતી આપી છે. અંબાલાલ પટેલે કહ્યુ કે, 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેની અસર 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ને કારણે બરફ વર્ષા, હિમ ચાદર બનવાની શક્યતા રહેશે. આ સિવાય આગામી 25 અને 26 ફેબ્રુઆરીએ ઠંડી આવવાની સંભાવના છે. 


આ પણ વાંચોઃ મોટી ઉંમરે થતી બીમારીનો શિકાર બની રહ્યાં છે યુવાનો, ડોક્ટરે આપી ખાસ માહિતી


ફરી આવશે ઠંડીનો રાઉન્ડ
આ સિવાય અંબાલાલ પટેલે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના ઉત્તર ભાગમાં જોવા મળશે. એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય છાંટા પડવાની શક્યતા છે. તો 22થી 24 ફેબ્રુઆરી દરમિયાન ફરી ઠંડીનો અનુભવ થશે. તેમણે કહ્યું કે આ દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. 


અંબાલાલ પટેલે વધુ માહિતી આપતા કહ્યું કે માર્ચ મહિનામાં એટલે કે 3-5 માર્ચ દરમિયાન મુંબઈના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 5થી સાત માર્ચ ગુજરાતમાં વાદળાઓ જોવા મળશે. તેમણે કહ્યું કે સાત અને આઠ માર્ચે વાતાવરણમાં પલ્ટો આવશે. આ સિવાય લોકોને રાત્રે ઠંડીનો અનુભવ થશે તો બપોરે ગરમી લાગશે.